આણંદમાં નશામાં ભાન ભૂલ્યો વકીલ, કહ્યું – તાકાત હોય એ કરી લે

આણંદઃ શહેરમાં એક વકીલે દારૂના નશામાં તમાશો કર્યો હતો. રોંગસાઈડમાં કાર ચલાવતી વખતે પોલીસે તેને રોક્તાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં વાહન બેરિકેડ્સ સાથે અથડાયું હતું. જે બાદ પોલીસે તપાસ કરતાં તે પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને હું હંમેશા નશામાં હોઉં છું, તાકાત હોય એ કરી લે તેમ કહ્યું હતું.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ગણેશ ચોકડી પાસે ચિખોદરા ચોકડી તરફથી રોંગ સાઇડમાં કાર આવતી હતી. તે ભયજનક રીતે વાહન ચલાવતો હતો, જેતી ફરજ પરના ટ્રાફિક પોલીસે વાહન થોભાવવા ઈશારો કર્યો હતો. આ સમયે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર લોખંડના બેરિકેડ્સ સાથે અથડાઈ હતી. જેથી પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી.
દારૂના નશામાં સિગ્નલ પર કરી લઘુશંકા: પકડાયેલા યુવક, સહ-પ્રવાસીને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી
કારચાલકે નશાની હાલતમાં હોવાથી તેને ઉભા રહેવાના પણ હોશ નહોતા. આ દરમિયાન કોઈ વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં તેણે હું નશામાં જ છું, ઓલ્વેઝ નશામાં જ હોઉ છું, તારી તાકાત હોય તે કરી લે, સવાથી લઈ સાંજ સુધી નશામાં રહું છું તેવું રટણ કરતો હતો. પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.