અમદાવાદ: આશીર્વાદના બહાને બારની જેમ ડાન્સ પાર્ટી કરનારા યુવકની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ: આશીર્વાદના બહાને બારની જેમ ડાન્સ પાર્ટી કરનારા યુવકની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં જાહેર રસ્તા પર ડાન્સ પાર્ટી અને અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવકો અને એક યુવતીની બીભત્સ ડાન્સ અને નોટોનો વરસાદ કરતાં જોવા મળ્યા હતા. મુકેશ મકવાણા નામના વ્યક્તિએ તેના જન્મદિનની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મુકેશ મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે વાયરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પરંતુ કિન્નર હોવાનું સામે આવ્યું હતું.

જાહેરમાં રસ્તા પર આ રીતે બર્થડે પાર્ટીની ઉજવણી અને બીભત્સ ચેનચાળા કરતા યુવકનો વીડિયો વાયરલ થતાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચંપાવતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનાર મુકેશ મકવાણાને ઝડપી પાડ્યો હતો. તેની સામે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુકેશ મકવાણાએ તેના ભાઈના પરિચયથી કિન્નર સાયબા અંસારીને જન્મદિવસની ઉજવણી માટે મુંબઈથી અમદાવાદ બોલાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં જાહેર રસ્તા પર દારૂના નશામાં ‘ડર્ટી ડાન્સ’: યુવતી અને યુવકનો નોટો વરસાવતો વીડિયો વાયરલ…

શું હતો મામલો

આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેર રસ્તા પર ડાન્સ કરતા જોવા મળે છે, જેમાં એક યુવતી પણ અશ્લીલ ડાન્સ કરી રહી છે. મુકેશ મકવાણા નામના વ્યક્તિએ તેના જન્મદિનની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તે ગોલ્ડના દાગીના પહેરીને ડાન્સ કરતા દેખાય છે.

ડાન્સ દરમિયાન મુકેશ અને યુવતી વચ્ચે ચેનચાળા અને અયોગ્ય હરકતો થતી જોવા મળે છે, અને બીજા એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો છે. આ વીડિયો મુકેશે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

સરદારનગર પોલીસે આ વીડિયોની ગંભીર નોંધ લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જાહેરસ્થળ પર કાયદાનું ઉલ્લંઘન અને અશ્લીલતા ફેલાવવાનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button