પ્રેમિકાએ કહ્યું કે વાઘના પાંજરમાં કૂદ ને યુવાન કૂદી ગયોઃ અમદાવાદની ઘટના
![This tiger is in a lustful mood](/wp-content/uploads/2024/11/This-tiger-is-in-a-lustful-mood.webp)
અમદાવાદઃ હું તારી માટે ચાંદ તારા પણ તોડી લાવું, દિવસને રાત કહે તો રાત કહું, જેવા કેટલાય હિન્દી ફિલ્મોના ગીતો આપણે ગાયા છે અને સાંભળ્યા પણ છે. પ્રેમમાં માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય તેવી વાતો આજે પણ સાવ ખોટી નથી, તેવું અમદાવાદમાં રહેતા એક યુવાને સાબિત કરી દીધું. જોકે તેની મૂર્ખાઈએ તેને પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો.
વેલેન્ટાઈન્સ વીક ચાલે છે અને જ્યાં જૂઓ ત્યાં પ્રેમીઓ પ્રેમના દિવસો મનાવતા દેખાય છે. ગઈકાલે ચૉકલેટ ડે હતો અને અનુપ પાસવાન નામનો એક યુવાન પ્રેમિકા સાથે કાંકરિયા ઝૂમાં ચોકલેટી ક્ષણો માણવા ગયો હતો. અહીં ઝૂ પાસે આવ્યા બાદ પ્રેમિકાએ કહ્યું કે જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય તો આ વાઘના પાંજરમાં કૂદી જા. પછી શું પ્રેમિકા કહે ને પ્રેમી ન કરે, ભાઈ તો વાઘના પાંજરા અંદરના ઝાડ પર ચડી ગયા અને કૂદવાની તૈયારીમાં જ હતા ત્યાં સદનસીબે ઝૂના કર્મચારીનું ધ્યાન ગયું. તેમણે સતર્કતા વાપરી વાઘને અલગ પાંજરામાં પૂર્યો અને યુવાનને ત્યાંથી બહાર કાઢ્યો. પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 ની કલમ 38J લાગુ કરવાની સુચના આપી છે. હાલ મણિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ મા Millet Festival ની રાજ્યપાલે મુલાકાત લીધી, કહ્યું આવનારો સમય જાડાધાનનો…
અનુપ મૂળ ઉત્તર પ્રદેશનો છે અને રખિયાલમાં નોકરી કરે છે. પ્રેમમાં ચાંદ તારા તોડવા એટલે જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરવી, આગળ આવવું, બન્નએ સાથે મળી સારું જીવવા તરફ આગળ વધવું, પરંતુ ઓછી સમજ અને કુમળી વયે ઘણા લવર્સ આવી મૂખાર્ઈ કરી બેસતા હોય છે. સદનસીબે ઝૂ કર્મચારીઓની ત્વરીત કામગીરીએ તેનો જીવ બચાવ્યો નહીંતર તેના આ અવિચારી પગલાનું કંઈપણ પરિણામ આવ્યું હોત.