આજે વિશ્વ શ્રવણ દિવસઃ ઈયરફોનના ઉપયોગથી બહેરાશનું પ્રમાણ વધ્યું, ચિંતાનો વિષય

અમદાવાદઃ આજે વિશ્વ શ્રવણ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શ્રવણશક્તિ ગુમાવવા અંગે જાગૃતિ લાવવા અને કાન અને શ્રવણ સંભાળને પ્રોત્સાહન આપવા માટે 3જી માર્ચને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈયરફોનના ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે. અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા. પરંતુ, હવે મોબાઈલમાં ઈયરફોનનો વધુ ઉપયોગ ઈયરફોનના ઉપયોગથી યુવાઓ સાથે બાળકોમાં પણ બહેરાશની સમસ્યા વધુ જોવા મળી રહી છે. ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય છે.
બહેરાશની સમસ્યા અંગે જાગૃતિનો અભાવ
ડૉક્ટરોના મતે બહેરાશને લઇને આજે પણ આપણાં સમાજમાં એક પ્રકારે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. બહેરાશની સમસ્યા પ્રત્યે જાગૃતિના અભાવે અસ્માત, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઘણાં બાળકોનો વિકાસ પણ બહેરાશની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ રાખવાથી રૂંધાઈ જાય છે. સાંભળવામાં સહેજપણ સમસ્યા લાગે તો વ્યક્તિએ તાકીદે ઈએનટીનો સંપર્ક કરવો જોઈએ. જેમ દ્રષ્ટિમાં ઉણપ આવે તો તેના માટે આંખે ચશ્મા પહેરીએ છીએ તેવી જ રીતે સાંભળવામાં સમસ્યા નડે તો તેના માટે હિયરિંગ એઇડ્સ સહિતના વિવિધ વિકલ્પો છે.
85 ડેસિબલથી વધુનો અવાજથી બહેરાશનું જોખમ
ડૉક્ટરોના મતે 60 ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે. 85 ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશતઃ કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. 30 મિનિટથી ઈયરફોનનો કરવો ન જોઈએ.
આ પણ વાંચો : Bank Holiday: ફટાફટ પતાવી લો બેંકના કામ, માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો
2016માં નામ બદલીને વિશ્વ શ્રવણ દિવસ રાખ્યું
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા આયોજિત આ વૈશ્વિક કાર્યક્રમ શ્રવણ સમસ્યાઓના વહેલા નિદાન, નિવારણ અને સારવારના મહત્વ પર પ્રકાશ પાડે છે. (WHO)એ સૌપ્રથમ 2007માં વિશ્વ શ્રવણ દિવસને માન્યતા આપી હતી. અગાઉ, તે આંતરરાષ્ટ્રીય કાનની સંભાળ દિવસ તરીકે ઓળખાતું હતું. 2016માં, WHO એ સત્તાવાર રીતે તેનું નામ બદલીને વિશ્વ શ્રવણ દિવસ રાખ્યું હતું