Top Newsઅમદાવાદ

નવેમ્બરના અંતે શિયાળો જામ્યો: નલિયા રાજયનું ‘ટાઢુંબોળ’ શહેર, અન્ય શહેરોમાં પણ ઠંડી વધી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં નવેમ્બરના અંતની સાથે સાથે ઠંડીની તીવ્ર શરૂઆત થઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાતના સૌથી ઠંડા શહેર ગણાતા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો છેક 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તે સિવાયના અન્ય જિલ્લાઓનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. પ્રદેશના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જોકે, કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચુંથી ઘણું નીચું નોંધાયું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું હતું.

તે સિવાય પ્રદેશના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે આ વિસ્તારમાં ઠંડીનો ચમકારો વર્તાવ્યો હતો. રાજકોટમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16.0 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ 16.3 ડિગ્રી સેલ્સિયસ, અમરેલી, જામનગરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16. 5 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આપણ વાંચો:  સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા સહિત પાંચ સામે ₹ 4.28 કરોડની ઠગાઈની ફરિયાદથી રાજકારણ ગરમાયું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button