લાંચીયાઓ ક્યારે સુધરશો? અમદાવાદમાં આકારણી માટે રૂ. 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો

અમદાવાદઃ એસીબી લાંચીયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણી માટે રૂપિયા 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો હતો. એસીબીએ બોપલમાં રહેતા ગોવિંદભાઇ પરમાભાઇ ડાભી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી)ને ઝડપી લીધો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનાર એએમસીના કર્મચારીઓ દ્વારા વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૧૦૦૦ થી રૂ.૧૦,૦૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની એ.સી.બીને ફરિયાદ મળી હતી. જે રજૂઆત આધારે ડીકોયરનો સાથ મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાંચના છટકા દરમ્યાન આરોપીએ આ કામના ડીકોયર સાથે હેતુલક્ષી વાંતચીત કરી રૂ.૪૦૦૦ની લાંચની માગણી કરી સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયો હતો.
એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી) પ્રજાજન ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી રૂા.૪,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) September 8, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat #FightAgainstCorruption
બે દિવસ પહેલા ગાંધીનગર આરટીઓનો ગાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરી આપવા માટે રૂપિયા 1500ની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો હતો. જેથી તેની સામે લાંચ સ્વીકારવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના એક એક જાગૃત નાગરિકે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)માં ફરિયાદ આપી હતી કે મારૂં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ગાંધીનગર આરટીઓમાં ગયો ત્યારે કચેરીમાં જીઆઈએસએફના ગાર્ડ તરીકે ફરજ બજાવતો અશોકભાઈ કચરાભાઈ સોલંકી (રહે. બિલમણા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર) નો સંપર્ક થતાં તેણે લાયસન્સ રિન્યુ કરી આપવા માટે રૂપિયા ૧૫૦૦ની માગણી કરી હતી. રૂપિયા આપીને લાયસન્સ રિન્યુ કરાવવું ન હોવાથી અરજદારે તેએ એસીબીની કચેરીમાં આરોપી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં જળબંબાકાર: ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં મેઘ મહેર, આગામી ત્રણ દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ