અમદાવાદટોપ ન્યૂઝ

ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? જુઓ પરેશ ગોસ્વામીએ શું કહ્યું

અમદાવાદઃ 14 જાન્યુઆરી 2025 ના રોજ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ છે. તેને ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને પવનની દિશા કેવી રહેશે જાણો તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

કેવો રહેશે પવન?
પરેશ ગોસ્વામીએ જણાવ્યું, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે.

તાપમાન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી રહેશે. બોર્ડર વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે.

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યારપછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે ઉત્તરાયણમાં પતંગરસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો…પગંત સારા ચગશે તેવો વર્તારો આપ્યો હવામાનેઃ સવારે ઠંડી અને સુસવાટા સાથે પવનથી ગુજરાત ઠર્યુ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button