અમદાવાદ

વિજય રૂપાણીએ વસ્ત્રાલની ઘટનાને લઈ શું કહ્યું? જાણો વિગત

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટના અંગે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું હતું.

અમદાવાદમાં એક કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું, ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી નથી. પરંતુ પ્રો હિન્દુ પાર્ટી છે. અસામાજિક તત્વોના ઘર પર ફરી વળેલા બુલડોઝર મુદ્દે તેમણે કહ્યું, આરોપી કોઈપણ સમાજના હોય ભાજપ દરેક પર સમાન કાર્યવાહી કરે છે. આવા ગુંડાતત્વોને કૉંગ્રેસ જ પોષે છે અને દૂધ પાઈને ઉછેર્યા છે.

આ પણ વાંચો…વડોદરાનો એન્જિનિયર 1 જાન્યુઆરીથી છે કતાર પોલીસની કસ્ટડીમાં, 10 વર્ષ પહેલા નોકરી માટે ગયો હતો…

ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં નોંધાયેલા ગુંડાગીરીની ઘટના બાબતે તેમણે કહ્યું કે, આવા તત્ત્વોની કમર તોડવી ખૂબ જરૂરી છે. સરકારે અસામાજિક લોકોના કારણે અન્ય લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત સરકાર હાલ સમગ્ર રાજ્યમાં જે કામગીરી કરી રહી છે તે જરૂરી છે.

આ પણ વાંચો…આણંદના તારાપુરમાં પાડોશીએ ઝઘડાની અંગત અદાવતમાં બાળકને ઝેર પીવડાવ્યું

બાંગ્લાદેશીઓની ભારતમાં થતી ઘુસણખોરી અંગે કહ્યું કે, બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી માત્ર વોટ બેંક માટે બાંગ્લાદેશીઓને ગેરકાયદે ભારતમાં વસવાટ માટે સુવિધા ઉબી કરી આપે છે. પરંતુ તેના કારણે દેશને જોખમ ઉભું થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button