અમદાવાદમાં હુમલા માટે રેકી કરનારા આતંકી સુલેહના ઘરમાંથી ગુજરાત ATSને શું મળ્યું?

અમદાવાદઃ ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલા ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. હાલ આતંકીઓની પૂછપરછ થઈ રહી છે. ગુજરાત એટીએસે રાજ્યમાં આઈએસઆઈએસ મૉડ્યૂલ મામલે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આતંકી મોહમ્મદ સુહૈલ ખાનના ઘરેથી આઈએસઆઈએસનો ઝંડો મળ્યો હતો. તેણે અમદાવાદમાં હુમલા માટે રેકી કરી હતી.
આ ઉપરાંત એટીએસને સુહેલના ઘરેથી કલમ લખેલું કાળું કપડું અને અન્ય વિવિધ સાહિત્ય મળી આવ્યું હતું. જેને જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ATS સૌપ્રથમ સિંઘાઈ પોલીસ સ્ટેશન પહોંચી હતા, ત્યાર બાદ એટીએસની ટીમ બપોરે 2:48 વાગ્યાથી લઈને 4:20 વાગ્યા સુધી સુહેલના ઘરમાં તપાસ કરી હતી. આ દરમિયાન ઘરના દરેક ભાગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘરની મહિલાઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે, સુહેલ ક્યાં ભણ્યો, તેના સંપર્કો કોની સાથે હતા. છેલ્લા કેટલાક સમયથી તે શું કરી રહ્યો હતો તે મામલે એટીએસ વિગતો લેવા માંગતી હતી. મળતી વિગતો પ્રમાણે, ATS અધિકારીઓએ સુહેલના ઘરમાંથી કાળું કપડું મળી આવ્યું હતું, જેના પર ઉર્દૂમાં કલમા લખેલું હતું. જો કે, આ મામલે સુહેલના પરિવારે વધુ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ગુજરાત એટીએસમાં તપાસમાં ખુલાસો થયો હતો કે આતંકી મોહમ્મદ સુલેહ ખાન અને આઝાદ સુલેમાન શેખ તાજેતરમાં કાશ્મીર ગયા હતા. બંને આતંકી હથિયાર અને કેમિકલની ડિલિવરીનો રૂટ જોવા ગયા હતા. સુલેહ ખાનના પિતાના કહેવા મુજબ, તેને કોઈએ ફસાવ્યો છે. શંકાસ્પદ હથિયારોની લેવડ દેવડ માટે એકત્ર થયા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલી પિસ્તોલ અને કારતૂસ મળ્યા હતા.



