અમદાવાદ

રેલવે યાત્રી કૃપયા ધ્યાન દેઃ આ ટ્રેન થઈ રદ્દ, જાણો કઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી

અમદાવાદઃ ભારતીય રેલવે લાખો લોકોની લાઇફ લાઇન છે. ભારતમાં રેલવેએ લોકો માટે પરિવહનનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ તમે વારંવાર સાંભળ્યું હશે કે કોઈ કારણસર ટ્રેનો રદ થઈ રહી છે? ખાસ કરીને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનોને સતત કેન્સલ કરવી પડે છે. પશ્ચિમ રેલવેની 3 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જોવા મળશે Digital Lounge: શું મળશે સુવિધા?

રદ થનારી ટ્રેનો :

  1. દરેક શુક્રવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 10.01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
  2. દરેક સોમવારે દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 13.01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
  3. દરેક શુક્રવારે ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 10.01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
  4. દરેક સોમવારે ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ13.01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
  5. દરેક બુધવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 15.01.2025 થી 26.02.2025 સુધી રદ રહેશે.
  6. દરેક શુક્રવારે પટનાથી ચાલતી ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 17.01.2025 થી 28.02.2025 સુધી રદ રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસને પરિચાલન કારણોસર ડાયવર્ટ માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

આ ટ્રેન ડાયવર્ટ

• તારીખ 09 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તારીખ 09 જાન્યુઆરીથી28 ફેબ્રુઆરી2025 સુધી પોતાના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી જં. – વારાણસી સિટી – ઔડિહારને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી જં. – જૌનપુર – ઔડિહારના રસ્તે ચાલશે.

• તારીખ09 જાન્યુઆરી2025 ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 09 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી પોતાના નિર્ધારિત માર્ગ વાયા ઔડિહાર – વારાણસી સિટી – વારાણસી જં. ને બદલે ડાયવર્ટ માર્ગ ઔડિહાર – જૌનપુર – વારાણસી જં. ના રસ્તે ચાલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button