અમદાવાદ

કન્ફર્મ ટિકિટ મળવી બનશે સરળ! મુંબઈ-અમદાવાદની આ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

મુંબઈ/અમદાવાદ: આગામી સમયમાં ઉત્તરાયણ અને ત્યારબાદ લગ્નની સીઝન શરૂ થઈ જવા રહી છે તેવા સમયે રેલવેએ મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે લાંબા અંતરની મુખ્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી અમદાવાદથી સુરત, મુંબઈ, આબુ, અજમેર, દિલ્હી જનારા મુસાફરોને તેનો લાભ મળી રહેવાનો છે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા વર્ષમાં લાંબા અંતરની મુખ્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા હેઠળ મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ, મુંબઈ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ અને સાબરમતી રાજધાની એક્સપ્રેસમાં એક-એક વધારાનો કોચ ઉમેરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે ટ્રેનોમાં સીટોની સંખ્યા વધશે અને મુસાફરોની સફર વધુ આરામદાયક બનશે.

મુસાફરોની ભારે ભીડ અને માગને પહોંચી વળવા માટે આ ટ્રેનો આગામી 31 જાન્યુઆરી સુધી વધારાના કોચ સાથે દોડાવવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને તહેવારો અને રજાઓના ગાળામાં ટિકિટ કન્ફર્મ મળવાની શક્યતા વધશે અને હજારો મુસાફરોને સીધી રીતે લાભ થશે.

આ પણ વાંચો…ટ્રેન ટિકિટ ન મળી હોય તો ફટાફટ બુકિંગ કરાવો: રાજકોટ અને વલસાડથી ઉપડતી સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button