અમદાવાદ
કાંદિવલી–બોરીવલીના બ્લોકથી ગુજરાતની આ ટ્રેનોને થશે અસર, જૂઓ યાદી

અમદાવાદઃ ગુજરાતથી મુંબઈ જનારા અને મુંબઈથી ગુજરાત આવનારા તમામ મુસાફરો માટે મહત્વના ન્યૂઝ છે. અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી વિભાગ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવા માટે 20/21 ડિસેમ્બર, 2025ની રાત્રિથી 30 દિવસનો બ્લોક લેવામાં આવી રહ્યો છે, જે 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જે પણ કોઈ ફેરફાર થયા છે તે આ પ્રમાણે છે.
આપણ વાચો: 31મી ડિસેમ્બર સેલિબ્રેટ કરવા જઈ રહેલાં પ્રવાસીઓને પશ્ચિમ રેલવે આપશે આ ખાસ સુવિધા…
આંશિક રીતે રદ થનારી ટ્રેનો:
- 10 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન વસઈ રોડ–બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 11 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19417 બોરીવલી–અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડ પરથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ રીતે આ ટ્રેન બોરીવલી–વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રી-શેડ્યૂલ થનારી ટ્રેનો: - 10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ–દાદર એક્સપ્રેસ તેના માર્ગમાં 20 મિનિટ રી-શેડ્યૂલ થશે.
- 10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 45 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન વેરાવળથી 12:35 વાગ્યે પ્રસ્થાન કરશે.
- 11 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે.



