અમદાવાદ

ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક સપાટીએ, 6 ડેમ તો સાવ કોરાકટ

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, તેમાં ગુજરાતમાં પાણીની તળ નીચે ગયા છે. એટલું જ નહીં પરંતું ભારે ગરમીના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર 50 ટકાથી વધુ ઘટી ગયું છે. જે ગુજરાતના લોકો માટે ખરેખર ચિંતાનો વિષય છે. કારણે કે, ખેતી માટે સિંચાઈનું પાણી નહીં હોય તો ઉત્પાદન કેવી રીતે મેળવી શકાશે? ગુજરાતમાં અત્યારે 54 જેટલા જળાશયોમાં પાણીનું સ્તર 10 ટકાથી પણ ઓછું છે, જ્યારે 6 જળાશયો તો સાવ સુકાઈ ગયાં છે. આના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની મોટી તંગી સર્જાઈ શકે છે.

54 જેટલા જળાશયોમાં પાણીનું સ્તર 10 ટકાથી પણ ઓછું

આંકડાની વાત કરવામાં આવે તો, ગયા વર્ષે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સંગ્રહ સારો છે. કારણ કે, ગયા વર્ષે માત્ર 43 ટકા પાણીનો સંગ્રહ હતો. આ વર્ષે ગુજરાતમાં 70 ટકાથી વધારે જળસંગ્રહ વાળા જળાશયોની વાત કરવામાં આવે તો, રાજકોટનો આજી-2, ભાદર-2, ન્યારી-2, મોરબીનો મચ્છૂ-2, મહીસાગરનો વનકબોરી, જુનાગઢનો ઓઝત-વીર, છોટાઉદેપુરનો સુખી, સુરેન્દ્રનગરનો ધોળીધજા, કચ્છનો કાલાઘોઘા, ભરૂચનો ધોળી ડેમ 70 ટકાથી વધારે ભરેલો છે. જેના કારણે વધારે તંગી તો નહીં પડે પરંતુ તેમ છતા ગુજરાતના એવી ઘણાં ગામડાંઓ છે જ્યા અત્યારે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

કચ્છના ડેમોમાં માત્ર 3.08 ટકા જ પાણી સંગ્રહિત

પાણી લોકોની પ્રાથમિક જરૂરિયા છે, જેમાં હવે અનેક જળાશયોના પાણી સતત સુકાઈ રહ્યાં છે. કચ્છમાં આવેલા ડેમોમાં પાણી હવે સુકાઈ રહ્યું છે. સામે ચોમાસુ નજીક છે પરંતુ ત્યાં સુધી લોકોને પાણીની તંગીનો સમાનો કરવો પડી શકે છે. કારણ કે, કચ્છના ડેમોમાં માત્ર 3.08 ટકા જ પાણી સંગ્રહિત છે. કૈલા, રૂદ્રમાતા, કસવતિ અને માથલ કચ્છના એવા જળાશયો છે જેમાં માત્ર 10 ટકા જ પાણી રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, 141 જળાશયોમાં અત્યારે માત્ર 31.46 ટકા જ પાણી રહ્યું છે. જેથી કચ્છ અને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની સ્થિતિ વધારે ચિંતાજનક બની છે.

આપણ વાંચો:  જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઈડી હેક, એક આરોપીની ધરપકડ

આ ડેમમાં પાણીની સપાટી 50 ટકાએ પહોંચી

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના સિપુ ડેમ 50 ટકા ભરાયેલો છે. જ્યારે મોરબીનો મચ્છૂ -2 બ્રાહ્મણી, અરવલ્લીનો હાથમતી, મહેસાણાનો ધરોઈ-કડાણા, તાપીનો ઉકાઈ, ભાવનગરનો શેત્રુંજી, રાજકોટનો ભાદર ડેમમાં પાણીની સપાટી 50 ટકા જેટલી હોવાનું જાણવા મળ્યું છે. સ્વાભાવિક છે કે, ડેમની સાથે સાથે જમીનમાં પણ પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યાં છે. જેથી પીવાના પાણી સાથે સિંચાઈના પાણી માટે પણ ચિંતાઓ સર્જાઈ શકે છે. જો આ વર્ષે વરસાદ સારો થાય છે તો લોકોને પાણીમાં રાહત મળવાની છે. જો કે, હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી હવે વરસાદ કેવો થયા છે, તે ચોમાસુ આવે ત્યારે ખબર પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button