અમદાવાદટોપ ન્યૂઝ

વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં થયો મોટો ખુલાસો, વાંચીને ચોંકી જશો

અમદાવાદઃ શહેરની વીએસ હોસ્પિટલમાં કોઈપણ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને કરોડોની કાળી કમાણી કરનારા કોન્ટ્રાક્ટ પરના 8 ડોક્ટરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં છ મહિનાના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ પર વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઇન્ડિયા પર એક નજર નાખતા જાણવા મળ્યું કે 2007થી હાથ ધરાયેલા ક્લિનિકલ ટ્રાયલમાં એન્ટીડિપ્રેસન્ટ્સ અને પાચન સારવારની અસરકારકતાથી લઈને ગ્રેફિન કોટેડ લેટેક્સની મદદથી જાતીય આનંદ વધારવાનો દાવો કરતા નવા પ્રકારના કોન્ડોમ સુધીની દરેક બાબતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2009 અને 2019 ની વચ્ચે વીએસ હોસ્પિટલમાં ઘણા ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. 2019માં એસવીપી હોસ્પિટલ અલગ થઈ અને પોતાની ઈન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી (આઈઈસી)ની સ્થાપના કરી.

2009માં વીએસ હોસ્પિટલમાં થયેલા સૌથી પહેલા અભ્યાસમાં એસિડ રિફ્લક્સ અને નોન-અલ્સર પેટના દુઃખાવાની સારવાર માટે દર્દીઓ પર પેન્ટોપ્રાઝોલ અને સિનિટાપ્રાઇડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2015માં હૉસ્પિટલે એવસ્ક્યુલર નેક્રોસિસથી પીડાતા કેટલાક દર્દીઓની સારવાર કરી હતી. વીએસ હૉસ્પિટલ સાથે સત્તાવાર રીતે જોડાયેલું અંતિમ ટ્રાયલ 2019માં એસવીપી હોસ્પિટલથી અલગ થયા પહેલા થયું હતું. ગાયનેકોલોજી વિભાગના નેતૃત્વ હેઠળના આ અનોખા અભ્યાસમાં ગ્રાફીનવાળા કોન્ડોમ નિયમિત લેટેક્સ કોન્ડોમ કરતાં વધુ આનંદ આપે છે કે કેમ તે અંગેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસવીપી હોસ્પિટલ અલગ થયા પછી પણ વીએસ ખાતે ક્લિનિકલ ટ્રાયલ યોજવામાં આવ્યા હતા. જેમાં ચોથા તબક્કાના ટ્રાયલમાં છ મહિનાના બાળકોથી લઈ 18 વર્ષના લોકો પર પિડિયાટ્રિક ડાયેરિયાનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

ક્લિનિકલ ટ્રાયલકાંડમાં સસ્પેન્ડ કરાયેલા ડૉ. દેવાંગ રાણાએ મેટના ડાયરેકટરને લખેલા પત્રમાં ખુલાસો કરતાં જણાવ્યું, મને ડીવાયએમસીના હુકમથી જ વીએસમાં જુલાઈ 2021માં ક્લિનિક્લ ટ્રાયલની કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી. જેની જાણ એનએચએલના ડીન અને વીએસના સુપ્રિન્ટેન્ડેન્ટને હતી. મને 5 મહિનાથી માનસિક પરેશાન કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો:  BREAKING: કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોના જીવ અદ્ધર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button