પાકિસ્તાનની નાપાક હરકતો અંગે ગુજરાત આવેલા વિદેશ પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન…

અમદાવાદઃ ભારતના વિદેશ પ્રધાન ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈને મહત્વની વાત કહી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, અનેર પ્રકારની ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈમાં થયેલા 26/11 ના આંતકવાદી હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ હતો, જેના કારણ ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડેલા છે. વિદેશ પ્રધાને કહ્યું કે, ભારત મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં સફળ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ એસ જયશંકરે આકરા શબ્દોમાં પાકિસ્તાનની આલોચના પણ કરી હતી.
પાકિસ્તાન પર કિંમતી સમય બગાડવાની કોઈ જ જરૂર નથીઃ એસ જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આણંદ ખાતે એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પાકિસ્તાનને લઈને નિવેદન આપતા કહ્યું કે, પાકિસ્તાન પર કિંમતી સમય બગાડવાની કોઈ જ જરૂર નથી. આ દરમિયાન એસ જયશંકરે ભારતના વડાપ્રધાનના પણ વખાણ કર્યા હતા. કહ્યું કે, જ્યારે ભારતીયોને સામૂહિક રીતે અનુભવ કર્યો કે, આપણાં પાડોશી દેશનું આવું વર્તન હવે સહન કરી શકાય નહીં. વિદેશ પ્રધાને પાડોશી દેશ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો અને છેલ્લા દાયકામાં ભારતમાં આવેલા પરિવર્તનનો અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરાહના કરી હતી.
પાકિસ્તાન અત્યારે પણ તેની નાપાક હરકતો કરી રહ્યું છે
વધુમાં પાકિસ્તાની આલોચના કરતા કહ્યું કે, ભારતે છેલ્લા દશ વર્ષમાં ખૂબ જ વિકાસ કર્યો પરંતુ પાકિસ્તાનમાં કોઈ જ બદલાવ કે વિકાસ થયો નથી. પાકિસ્તાન અત્યારે પણ નાપાક હરકતો કરી રહ્યું છે. જેથી હવે આપણે પાકિસ્તાન પર કિંમતી સમય બગાડવાની કોઈ જ જરૂર નથી તેવો વિદેશ પ્રધાન એસ જયશંકરે ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાનમાં ચાલી રહેલી આંતકી ગતિવિધિયો માટે વિદેશ પ્રધાને તેની ભારે આલોચના પણ કરી હતી. વાત સાચી પણ છે. બન્ને દેશોને આઝાદી મળે એક જેટલો જ સમય થયો છે, છતાં પણ પાકિસ્તાને વિકાસના નામે માત્ર આંતકવાદને પાળ્યો છે. અત્યારે પાકિસ્તાનના લોકો પણ ત્યાની સરકારથી કંટાળી ગયા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, 2014 પછી જ્યારે સરકાર બદલાઈ ત્યારે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે જો આતંકવાદી કૃત્યો કરવામાં આવશે તો તેને તેના પરિણામો ભોગવવા પડશે. પરંતુ પાકિસ્તાને દોગલી નીતિ અપનાવી અને આંતકી પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. અફઘાનિસ્તાનને પણ પાકિસ્તાનના કારણે મોટું પરિણામ ભોગવવું પડ્યું હતું. આવી અનેક બાબતોને લઈને ભારતના વિદેશ પ્રધાને પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી હતી. ચરોતર યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક લોકો હાજર રહ્યાં હતાં.