અમદાવાદ

પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુક

અમદાવાદઃ આજે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં તેમના ઘર પાસે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે, તેમના નિધનની પૃષ્ટી ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કરી હતી.

જીવનનો એક દુઃખદ સંયોગ ચર્ચામાં

પણ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિધનની સાથે તેમના જીવનનો એક દુઃખદ સંયોગ ચર્ચામાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો લકી નંબર જ તેમના જીવનની અંતિમ તારીખ બન્યો છે. અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત આશરે 300 જેટલા લોકોના મોત નિપજ્યાના અહેવાલ છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો 1206 નંબર સાથે અનોખો નાતો રહ્યો છે. અને આજે તેમનું નિધન થયું છે ત્યારે તારીખ પણ 1206 છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમની તમામ ગાડીઓના નંબર 1206 પસંદ કર્યા છે. જ્યારે આજે તારીખ પણ 12-06 (બારમી જૂન) છે.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…

વિજય રૂપાણીનો જન્મ મ્યાનમાર

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો જન્મ બર્મા કે જે અત્યારે મ્યાનમારની રાજધાની રંગૂનમાં થયો હતો. 2 ઓગસ્ટ 1956ના રોજ જન્મેલા વિજય રૂપાણીનો પરિવાર 1960માં રાજકોટ પરત ફર્યો હતો અને અહીંથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દી રાજકોટમાં આગળ શરૂ કરી હતી. વિજય રૂપાણીએ 1971થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તેવામાં 1976ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભુજની જેલમાં ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button