અમદાવાદ

Video: અમદાવાદમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી હતી. જે બાદ બસ આસ્ટોડિયા દરવાજાની પાળી સાથએ અથડાઈ હતી.

વીડિયોમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યા બાદ તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચઢી જતી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને મદદને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પણ વાંચો: રાજકોટમાં આકરી ગરમીની અસર વર્તાઇ, બીઆરટીએસની 22 બસોમાં સેન્સર ખોરવાતા મુસાફરો પરેશાન

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button