સિંચન વિભાગ અને વડોદરા મનપા એક ખોવાયેલી ફાઈલને કારણે આમનેસામને

અમદાવાદઃ ખોવાયેલી ફાઈલને લીધે સામાન્ય માણસ તો હેરાન થતો જ હોય છે, પરંતુ ગુજરાતમાં એક ખોલાયેલી ફાઈલે આખી વડોદરા નગરપાલિકાને હેરાન કરી નાખી હતી.
સિંચન ખાતાએ વડોદરા પાલિકા પર રૂ. 5,082 કરોડનો પાણીનો વેરો ઠાલવ્યો છે અને તેને ભરી દેવા માટે વારંવાર કહી રહી છે. જો આ બિલ પાલિકા ભરી દે તો તેમના વાર્ષિક બજેટના 80 ટકા વપરાઈ જાય.
આ સમગ્ર બાબતના કેન્દ્રમાં એક ફાઈલ અથવા અમુક દસ્તાવેજો છે. 1970માં ત્રણ જાહેર સાહસની કંપની, રાજ્ય સરકાર વચ્ચે કરાર થયો હતો. આ કરાર મહી નદી પરના પાનમ ડેમ સંબંધિત હતો. વર્ષ 2007થી વડોદરા પાલિકા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નિવેડો આવ્યો નથી.
આપણ વાચો: અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકાને મળ્યા નવા મહિલા મેયર
આ વાત ૧૯૭૧ ની છે, જ્યારે મનપા અને ત્રણ કંપની ગુજરાત રિફાઇનરી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સએ બંધના નિર્માણમાં યોગદાન આપવા માટે સરકાર સાથે ભાગીદારી કરી હતી. કરાર અનુસાર વડોદરા મનપા પીવા માટે અને આ ત્રણ કંપની ઔદ્યોગિક વપરાશ માટે પાણીનો ઉપયોગ કરશે.
કેપિટલ કોસ્ટ ઉપરાંત, વડોદરા મનપાએ સંચાલન અને જાળવણી ચાર્જ ચૂકવવાનો હતો. 1998 સુધી આ વ્યવસ્થા બરાબર ચાલી હતી. વર્ષ 1998ના ફેબ્રુઆરીમાં આ ભાગીદારી તમામ કાયદાઓને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગે રદ કરી હતી.
સિંચાઈ વિભાગનો દાવો છે કે જ્યારે ત્રણેય જાહેર ક્ષેત્રની કંપનીઓએ પ્રવર્તમાન દરો મુજબ પાણીના શુલ્ક ચૂકવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે વડોદરા મનપા મૂળ ભાગીદારીની શરતો અનુસાર આગ લધવા માગે છે. આથી ગૂંચવણો વધી છે. મનપાએ દલીલ કરી હતી કે ભાગીદારી એકપક્ષીય રીતે રદ કરી શકાતી નથી, છતાં બંને પક્ષો પાસે કરારની શરતોને મામલે નિર્ણય લઈ શકાય તેવા દસ્તાવેજો નથી.
આપણ વાચો: વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટનું રૂ. 4.96 કરોડના ખર્ચે ‘કાયાકલ્પ’ કરાશે
૧૯૯૮માં કરાર એકપક્ષીય રદ થયા પછી, મનપાએ રાજ્ય સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો, અને ૨૦૦૫ સુધી કોઈ હલચલ થઈ નહીં. આ સમયગાળા દરમિયાન, મનપાએ નિર્ણય મુજબ ફક્ત ઑપરેશન અને મેઈનટેનન્સ ચાર્જ ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું. રેકોર્ડ દર્શાવે છે કે માર્ચ ૨૦૦૫ સુધી, નાગરિક સંસ્થાએ રૂ. ૫.૨૩ કરોડ ચૂકવ્યા હતા.
જોકે વર્ષ 2007માં મનપાને રૂ. ૩૫૦ કરોડનું બિલ ફટકારવામાં આવ્યું, જેમાં ૧૯૯૭-૯૮ સુધીના બાકી પાણીના ચાર્જ, વ્યાજ અને દંડનો સમાવેશ થતો હતો. ત્યારથી, સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સાથે બિલો વધારવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે બિલ કુલ રૂ. ૫,૦૮૨.૦૮ કરોડ થઈ ગઈ છે.
બન્ને પક્ષ પોતપોતાની દલીલો હાલમા છોડી રહ્યા નથી અને આ મામલે હવે રાજ્ય સરકાર જ ઉકેલ લાવી શકે તેમ છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.



