ગુજરાતમાં વરસાદ રોકાતો નથીઃ અમદાવાદમાં સ્વેટર પહેરવું પડે તેવી ઠંડી | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં વરસાદ રોકાતો નથીઃ અમદાવાદમાં સ્વેટર પહેરવું પડે તેવી ઠંડી

અમદાવાદઃ ગુજરાતને છેલ્લા ચારેક દિવસે વરસાદે બાનમાં લીધું છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે બીજી બાજુ વરસાદ રોકાવાનું નામ લેતો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
વિતેલા 24 કલાકની વાત કરીએ તો ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. તળાજામાં પણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના હંસોટમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના દેહગામમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારે ખૂબ જ ઠંડી અનુભવાય છે. ઠંડો પવન પણ અનુભવાય છે. ટુ-વ્હીલર પર આવતા લોકોએ સ્વેટર અને કાનટોપો પહેરીને નીકળવું પડે છે.

આજ સવારથી ભાવનગર, જૂનાગઢ, નવસારી, ગીર સોમનાથ, મહીસાગર જિલ્લામા છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
મગફળી સહિતના મોટાભાગના પાકને વ્યાપક નુકસાન થયું છે.

આપણ વાંચો:  જૂઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમોની સુંદર તસવીરો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button