ગુજરાતમાં કમોસમી વરસાદનો કેર: રાજુલા, મહુવા અને સૂત્રાપાડામાં ૭ ઇંચથી વધુ વરસાદ, જાણો આજે ક્યાં પડશે ભારે વરસાદ.

અમદાવાદ: હવામાન વિભાગે આજ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને બોટાદમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ, મહુવામાં 7.24 ઇંચ, સુત્રાપાડામાં 6.85 ઇંચ, ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઇંચ, લિલિયામાં 5.39 ઇંચ, ગીર ગઢડામાં 5.16 ઇંચ, પાટણ-વેરાવળમાં 4.92 ઇંચ, સાવર કુંડલામાં 4.88 ઇંચ, કોડીનારમાં 4.84 ઇંચ, ખાંભા અને વડોદરામાં 4.80 ઇંચ, તળાજામાં 4.65 ઇંચ, વલ્લભીપુર અને બારડોલીમાં 4.17 ઇંચ, મેઘરજમાં 3.86 ઇંચ, ઉમરપાડામાં 3.74 ઇંચ, વાગરામાં 3.58 ઇંચ, બાલાસિનોરમાં 3.54 ઇંચ અને નડિયાદમાં 3.46 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આજ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને બોટાદમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાંચ જિલ્લામાં ત્રણ કલાક ભારે
આગામી ત્રણ કલાક માટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ભરૂચ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…અરબી સમુદ્રના ‘ડિપ્રેશન’ની ઘાત: આજે પણ સૌરાષ્ટ્રના ૩ જિલ્લામાં અતિભારે વરસાદની આફત



