અમદાવાદમાં કિન્નરોને ટ્રાફિક માર્શલ બનાવી ટ્રાફિક સંચાલનની જવાબદારી સોંપાશે

અમદાવાદઃ શહેરમાં કિન્નરોની ટ્રફિકા માર્શલ તરીકે ભરતી કરવાના પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પહલેનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં આ સમુદાયને જોડવાનો અને જાહેર સેવામાં રોજગારીની તકો ઊભી કરવાનો છે. આ યોજના હેઠળ, માર્શલો શહેરના વ્યસ્ત જંકશનો) પર વાહનોની અવરજવરનું નિયમન કરવામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને મદદ કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ભરતી થનારા સભ્યોની સંખ્યા અને તેમના તૈનાત સ્થળો નક્કી કરવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપનની ફરજો માટે ભરતી કરાયેલા લોકોને સજ્જ કરવા માટે તાલીમ મોડ્યુલ્સ પણ તૈયાર કરવામાં આવશે. આ ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યોને મુખ્ય પ્રવાહની ભૂમિકાઓમાં જોડવાના અને આજીવિકાની તકો પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ છે.
ડીજીપી (પોલીસ મહાનિર્દેશક) વિકાસ સહાયના વિચારની ઉપજ ગણાતો આ પાયલોટ પ્રોજેક્ટ આગામી મહિનાઓમાં અમદાવાદમાં શરૂ થવાની અપેક્ષા છે. તેના પરિણામોના આધારે, રાજ્ય પોલીસ આ પહેલને ગુજરાતના અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તારવા પર વિચાર કરી શકે છે.
સૂત્રોએ કહ્યું, સૌ પ્રથમ, આપણે સમુદાયને સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ લાવવાની જરૂર છે જેથી તેઓ ભીખ માંગવાને બદલે સન્માન સાથે કમાણી કરવા માટે આ નવી ભૂમિકા સ્વીકારી શકે. એક સમાજ તરીકે, તેમના જીવનને ઉત્થાન આપવા માટે તેમને તકો પૂરી પાડવાની પણ આપણી જવાબદારી છે. જાહેર સેવામાં સ્થિર રોજગારની તકો કલંક ઘટાડવામાં અને સામાજિક સ્વીકૃતિ સુધારવામાં મદદ કરી શકે છે. સૂત્રોએ કહ્યું આનાથી અન્ય લોકોને ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો પ્રત્યે ગેરવર્તન કરતા, તેમનો ન્યાય કરતા અથવા અશ્લીલ ટિપ્પણીઓ કરતા પહેલા વિચારવાની તક મળશે. જો સામાન્ય જનતાના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવશે, તો એક સમાજ તરીકે આપણી જીત થશે.
આ પણ વાંચો…અમદાવાદમાં મળશે ટ્રાફિક જામથી મુક્તિ, 13 વર્ષ પછી થશે સરવે…