AMCમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા શહેરમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી હતી. તેમજ કેટલાકને વધારાની જવાબદારી આપવામાં આવી હતી. સૂત્રો મુજબ, ભૂતકાળમાં ફરજ બજાવતા હતા, એવા ઝોન અને વોર્ડમાં અમુક કમિશનરોએ રાજકીય લાગવગ લગાવી અને ફરી પોસ્ટિંગ મેળવી લીધું છે.
લાંભા વોર્ડ ઉપરાંત દાણીલીમડા અને બહેરામપુરાની જવાબદારી સંભાળતા કિરણ વનાલિયાની બદલી કરી તેમને પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને AMC મેટની જવાબદારી આપવામાં આવી હતી. દક્ષિણ ઝોનના એચઓડી તરીકે દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને આપવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં દિવ્યેશ પટેલને દરીયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડ સોંપવામાં આવ્યા હતા
ભૂતકાળમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હિતેશ ગજ્જરને ફરીથી પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ સોંપવામાં આવ્યો હતો. સીએનસીડી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં અમલીકરણની કામગીરી માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને વહેંચી દેવામાં આવ્યા હતા. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સૌરભ પટેલને પશ્ચિમ વિસ્તારમાં અને સીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂતને પૂર્વ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં દોડશે 1600 બસો, AI સોફ્ટવેર અને ડબલ ડેકર બસોની ભેટ



