અમદાવાદ

અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી

અમદાવાદ: અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરવાના છો તો આપના માટે આ સમાચાર ઘણા મહત્વના છે. કારણ કે આબુ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ તેમજ સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ પ્રભાવીત થશે.

રેલવે તરફથી માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ –માવલ સેક્સન વચ્ચે બ્રિજ નંબર 797 કિમી 601/8-9 પર આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો: ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી, જુઓ વીડિયો…

bold)આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

17 ડિસેમ્બર, 2024ના રોજ, ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

18 ડિસેમ્બર 2024ના રોજ ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડથી શોર્ટ ઓરિજીનેટ થશે અને સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

bold) રીશેડ્યુલ (લેટ) ટ્રેન

16મી ડિસેમ્બર 2024ના રોજ ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી 4.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.

17 ડિસેમ્બર 2024ના રોજ લાલગઢથી ચાલતી ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.

17મી ડિસેમ્બર 2024ના રોજ ટ્રેન નંબર 11089 ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ ભગત કી કોઠીથી 03.30 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.

bold)રેગ્યુલેટ (લેટ) ટ્રેન

17 ડિસેમ્બર, 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસને માવલ સ્ટેશન પર 12 મિનિટ મોડી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button