
અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. જોકે હવે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં 13 વર્ષ પછી ટ્રાફિક સરવે થશે. 10 વર્ષ પછી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અભ્યાસ કરવામાં આવશે. આ અંગે દિલ્હીની સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિ.ની હદમાં બોપલ, ઘુમા, કઠવાડા સહિતના વિસ્તારોનો સમાવેશ થયા બાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. હાલ શિવરંજની, ચાંદખેડા જંક્શન, શ્યામલ ક્રોસ રોડ, માનસી ક્રોસ રોડ, ઓઢવ જંક્શન, નહેરુનગર સર્કલ સહિતનાં 25 જંક્શન પર ટ્રાફિક સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.
ટ્રાફિક સરવે કર્યા પછી આ જંક્શનો પર બ્રિજ બનાવવાનું આયોજન કરાશે. સરવેનું કામ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટને સોંપાયું છે. અગાઉ 2011-12માં ટ્રાફિક જંક્શન પર સરવે હાથ ધરવામાં આવ્યો હતો.
અગાઉ 2012માં દિલ્હીની સીઆરઆરઆઈએ સરવે કરી 34 જગ્યાએ બ્રિજ બનાવવા સૂચન કર્યું હતું. તેમાંથી 11 જગ્યાએ બ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે. જ્યારે 6 જગ્યાએ કામ ચાલુ છે. શહેરમાં હવે ટ્રાફિક જામની સમસ્યાને જોતા 13 વર્ષ પછી ફરીથી ટ્રાફિક સરવેની કામગીરી શરૂ કરાઈ છે. સરવેના આધારે આગામી 10 વર્ષમાં કયા જંક્શન પર સૌથી પહેલા બ્રિજ બનાવવાની જરૂર છે તે નક્કી કરાશે.
સીઆરઆરઆઈ દ્વારા કરવામાં આવી રહેલા સરવેમાં 25 જંક્શન પર 18 કલાકમાં કેટલાં વાહનો પસાર થાય છે તેની જાણકારી એકત્ર કરાય છે. ઉપરાંત સવારે તથા પિક અવર્સમાં કેટલા -વાહનોની અવરજવર રહે છે એ પણ જાણવામાં આવે છે. સરવેમાં ભવિષ્યમાં કેટલાં વાહનો પસાર થશે તેના અંદાજ મેળવીને 6 મહિનામાં રિપોર્ટ સોંપાશે. સરવેમાં -જંક્શન પર કેવા પ્રકારનાં વાહનો પસાર થાય છે તેની ગણતરી કરાશે. હાલ શહેરમાં અંદાજે 40 -લાખથી વધુ વાહનો રજિસ્ટર્ડ છે.
અહીં થશે સરવે
નહેરુબ્રિજ જંક્શન
પાલડી જંક્શન
શિવરંજની જંક્શન
નેહરુનગર સર્કલ
ચાંદબેડા જંક્શન
દાણીલીમડા જંક્શન
શાહ આલમ જંક્શન
ઇસનપુર બીઆરટીએસ રૂટ
જશોદાનગર એક્સપ્રેસ
રબારી કોલોની જંક્શન
રામરાજ્ય નગર
હીરાવાડી જંક્શન
રામદેવનગર જંક્શન
શ્યામલ ક્રોસ રોડ જંક્શન
માનસી ક્રોસ રોડ જંક્શન
કલિંદરી મસ્જિદ
ઓઢવ રિંગ રોડ જંક્શાન
મેમ્કો જંક્શન
વિક્ટોરિયા ગાર્ડન જંક્શન
ડફનાળા એન્ટ્રી જેક્શન
ઇન્દિરા સર્કલ, એરપોર્ટ રોડ ટી- જંક્શન
એસજી હાઇવે સાણંદ કોસ રોડ જંક્શન
અમરાઈવાડી મેટ્રો સ્ટેશન જેક્શન
ભક્તિ સર્કલ, ઓડા રિંગ રોડ
આ પણ વાંચો…નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં 800થી વધુ ફોરવ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલર વેચાયા