મુસાફરો માટે ખુશખબર: ગાંધીધામ-સિયાલદહ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનનો સમય લંબાવાયો

અમદાવાદ: તહેવાર ટાણે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને સિયાલદહ તેમજ ભાવનગર-દિલ્હી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા સાપ્તાહિક સ્પેશિયલ ગાંધીધામ–સિયાલદહ ટ્રેન નંબર 09437 ) દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેન 17.09.2025 થી 08.10.2025 સુધી ચાલવાની હતી, પરંતુ રેલવે દ્વારા તેને 12 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર બુધવારે 18:25 કલાકે ગાંધીધામથી ઉપડશે, જ્યારે શુક્રવારે 16:15 કલાકે સિયાલદહ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09438 સિયાલદહ-ગાંધીધામ (સાપ્તાહિક સ્પેશિયલ) દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેન 20.09.2025 થી 11.10.2025 સુધી ચાલવાની હતી પરંતુ રેલવે દ્વારા તેને 15 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર શનિવારે 05:15 કલાકે સિયાલદહથી ઉપડશે, જ્યારે સોમવારે 02:00 કલાકે ગાંધીધામ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, છાયાપુરી, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુન્ડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જં., ભાભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, કોડર્મા, હઝારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ગોમોહ, ધનબાદ, આસનસોલ, દુર્ગાપુર અને બર્ધમાન સ્ટેશનો પર ઉભી રહેશે.
આપણ વાંચો: કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માની સજા સામેની અપીલ નામંજૂર