અમદાવાદ

PM મોદીની રેલીઓ માટે ST બસ ફાળવાતાં હજારો પ્રવાસીઓને હાલાકી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતના પ્રવાસ પર છે. આ બે દિવસ દરમિયાન તેઓ વિવિધ સ્થળોએ રેલીઓ યોજવાના છે. આ જનસભા માટે ભીડ એકઠી કરવા માટે સરકારી એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે સરકારી એસ.ટી. બસો ફાળવી દેવામાં આવતા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. સમિતિના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે અને સૌરાષ્ટ્રના 2500 જેટલા રૂટ બે દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રૂટ રદ

ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે, 26 મેના રોજ વડાપ્રધાનના કચ્છ પ્રવાસ માટે રાજકોટ ડિવિઝનની 280 સહિત કુલ 1300 એસ.ટી. બસો કચ્છમાં ફાળવી દેવાઈ હતી. આના પરિણામે 25 અને 26 મેના રોજ સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ‘અમૃત ભારત’ હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ પણ પ્રવાસીઓને હાલાકી કેમ, કારણ શું?

PM મોદીની રેલીઓ માટે ST બસો

સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રોજીંદી 28 લાખથી વધુ યાત્રીઓ 8550 થી વધુ બસોમાં મુસાફરી કરે છે, ત્યારે આ પ્રકારે બસોને ફાળવી દેવાથી સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો સહિત સૌને મુશ્કેલી પડે છે. વધુમાં, ગુજરાત એનટી મુસાફર હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં 50 હજારથી વધુ એસ.ટી. બસો આવા કાર્યક્રમો માટે ફાળવી દેવામાં આવી હતી, જેનાથી 500 કરોડનો ધુમાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સમિતિએ માગ કરી હતી કે, મેદની ભેગી કરવા માટે એસ.ટી. બસોને બદલે ચૂંટણીઓમાં જેમ ખાનગી પેસેન્જર વાહનો અને લક્ઝરી બસોને ડીટેઇન કરીને ભાડું ચૂકવાય છે, તે જ પ્રકારે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button