અમદાવાદ
અમદાવાદના આ પોશ વિસ્તારમાં આવતીકાલથી બે દિવસ રહેશે પાણીકાપ, જાણો શું છે કારણ

અમદાવાદઃ શહેરમાં ભર શિયાળે પોશ વિસ્તારમાં આવતીકાલથી બે દિવસ પાણી કાપ રહેશે. પાણીની લાઈનનાં જોડાણો કરવાના હોવાથી પાણી નહીં મળે.
કેમ બે દિવસ રહેશે પાણીકાપ
મળતી વિગત પ્રમાણે, જાસપુર ખાતે તેમ જ અન્ય સ્થળે પાણીની 11 લાઇનનાં જોડાણો કરવાના હોવાથી 6 જાન્યુઆરીએ સવારે પાણીનો સપ્લાય આપ્યા બાદ પાણી બંધ કરાશે. 7મીએ આ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી અપાશે. પશ્ચિમના વિસ્તારોમાં મંગળવારે સાંજે, બુધવારે સવારે પાણી નહિ મળે.
કયા વિસ્તારોને કરવો પડશે સામનો
જાસપુરના નવા બનેલા 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 2200 મીમી વ્યાસની પાઇપને હાલની 2 હજાર તથા 2500 મીમી વ્યાસની લાઇન સાથે જોડાશે. આ સિવાય ભાડજ, શીલજ, સિંધુભવન, ઘાટલોડિયા, નિરમા યુનિવર્સિટી, છારોડી તળાવ પાસે પાણી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવશે.



