મહેસાણામાં રેલવેનું કામ હોવાથી આ ટ્રેનો રદ થઈ છેઃ જાણી લો યાદી

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના પાલનપુર-અમદાવાદ સેક્શન પર મહેસાણા અને જગુદન સ્ટેશનો વચ્ચે ગર્ડરોનું લૉન્ચિંગ અને ડી-લૉન્ચિંગ કામ ચાલી રહ્યું છે. આ કામ માટે 13મી મે એટલે કે બુધવારે ના 968 નંબરના પુલના પુનઃનિર્માણ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ કારણોસર રેલવેએ અમુક ટ્રેન રદ કરી છે અને અમુકના રૂટ અથવા સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. તો પ્રવાસીઓ માટે આ રહી વિગતો.
રેલવેએ રદ કરેલી ટ્રેનો:
13.05.2025ની ટ્રેન સંખ્યા 79431/79432 સાબરમતી – મહેસાણા – સાબરમતી ડેમૂ
13.05.2025 ની ટ્રેન સંખ્યા 79433/79434 સાબરમતી – પાટન – સાબરમતી ડેમૂ
13.05.2025 ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી – પાટન – સાબરમતી ડેમૂ
રેલવેએ રિશેડ્યુલ કરેલી ટ્રેનો:
13.05.2025 ની ટ્રેન સંખ્યા 22548 સાબરમતી – ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી થી 01.00 કલાક મોડી ઉપડશે.
રેલવેએ રેગુલેટ કરેલી ટ્રેનો:
13.05.2025 ની ટ્રેન સંખ્યા 09003 મુંબઈ સેન્ટ્રલ – દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ 13.05.2025 ના રોજ અમદાવાદ અને મહેસાણા સ્ટેશનો વચ્ચે 01:00 કલાક રેગુલેટ થશે.
13.05.2025 ની ટ્રેન સંખ્યા 11089 જોધપુર – પુણે એક્સપ્રેસ મહેસાણા ખાતે 30 મિનિટ રેગુલેટ થશે.
13.05.2025 ની ટ્રેન સંખ્યા 20485 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ મહેસાણા 20 મિનિટ રેગુલેટ થશે.
આપણ વાંચો: અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા, પોલીસ ત્રાટકતાં જ ઉડી ગયા હોશ