અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો દિવાળી પહેલા જ થઈ હાઉસફૂલ, જુઓ લિસ્ટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો દિવાળી પહેલા જ થઈ હાઉસફૂલ, જુઓ લિસ્ટ

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન અહીંથી ઉપડતી કેટલીક ટ્રેન અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. નવેમ્બર સુધી કેટલીક ટ્રેનોમાં રિગ્રેટની સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે દિવાળી પર વતનમાં જવું મુશ્કેલ બની રહેશે.

અમદાવાદથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, જયપુર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. ટિકિટ ન મળતા લોકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ઓનલાઇન બુકિંગ સાઇટ પર સતત નોટ અવેલેબલ બતાવે છે. તત્કાલ બુકિંગ પણ ફટાફટ ફૂલ થઈ જાય છે

દિવાળી પર લોકોના વધતા ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે અને અન્ય ઝોનમાં કેટલીક વિશેષ ટ્રેન દોડાવાની જાહેરાત કરી છે. કેટલીક ટ્રેનોમાં વધારાનો કોચ પણ જોડવામાં આવી રહ્યા છે. તેમ છતાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન અહીંથી ઉપડતી કેટલીક ટ્રેન અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. નવેમ્બર સુધી કેટલીક ટ્રેનોમાં રિગ્રેટની સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે દિવાળી પર વતનમાં જવું મુશ્કેલ બની રહેશે.

અમદાવાદથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, જયપુર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. ટિકિટ ન મળતા લોકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ઓનલાઇન બુકિંગ સાઇટ પર સતત નોટ અવેલેબલ બતાવે છે. તત્કાલ બુકિંગ પણ ફટાફટ ફૂલ થઈ જાય છે

કઈ કઈ ટ્રેન હાઉસફૂલ

Train NumberRouteStatus
16722અમદાવાદ – દ્વારકા (Ahmedabad – Dwarka)Housefull
22451અમદાવાદ – દિલ્હી (Ahmedabad – Delhi)Housefull
12945અમદાવાદ – વારાણસી (Ahmedabad – Varanasi)Housefull
15046અમદાવાદ – ગોરખપુર (Ahmedabad – Gorakhpur)Housefull
12915અમદાવાદ – જયપુર (Ahmedabad – Jaipur)Housefull
12548અમદાવાદ – જયપુર (Ahmedabad – Jaipur)Housefull

આ પણ વાંચો…જૂની અને નવી બધી જ ટ્રેનોમાં લાગશે ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ, ક્યારથી આવશે?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button