Top Newsઅમદાવાદ

અમદાવાદના આ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદઃ શહેરમાં હાલ વિવિધ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શહેરના વધુ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ગાંધી બ્રિજ, કેડિલા બ્રિજ અને શાહીબાગ અંડરપાસની મેન્ટેનન્સની કામગીરીના કારણે આ ત્રણેય બ્રિજ 39 નવેમ્બરે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. આ માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે.

કયા કારણોથી આ બ્રિજ રહેશે બંધ

શાહીબાગ અંડરબ્રિજઃ શાહીબાગ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ અને જર્જરિત પ્લેટ કાઢીને નવી પ્લેટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે એરપોર્ટ, ગાંધીનગર જવા માટે વાહનચાલકો શિલાલેખ ફ્લેટથી રિવરફ્રન્ટ થઈને ડફનાળા જઈ શકશે. એરપોર્ટ, ગાંધીનગર આવતા વાહનચાલકો ડફનાળાથી રિવરફ્રન્ટ થઈ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી જનારા લોક આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો ઉપયોગ કરી શકશે.

ગાંધી બ્રિજઃ દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતા ગાંધી બ્રિદના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. જેથી 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીરાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા સુધીના એક તરફના રસ્તાથી અવરજવર કરી શકશે.

કેડિલા બ્રિજઃ કેડિલા બ્રિડની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ લગાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આ બ્રિજ ત્રણ દિવસ માટે રાતના સમયે વાહન ચાલકો માટે બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે કેડિલા બ્રિજ પર બીઆરટીએસની બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે અન્ય વાહનચાલકો એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button