ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો, આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાતના શહેરી વિસ્તારના રસ્તાઓ ટ્રાફિકથી ઉભરાઇ રહ્યા છે ત્યારે દર વર્ષે રાજ્યમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. હવે લોકો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ મુસાફરી કરવાની જગ્યાએ વધુમાં વધુ ખાનગી વાહનો વસાવવાની આદતને કારણે રાજ્યમાં વસ્તી સામે વાહનની સંખ્યા દર એક લાખની વસ્તીએ છેક 45,437 વાહનો સુધી પહોંચી છે. જેમાં મોટર સાયકલ, સ્કૂટર, મોપેડ સાથે ઓટો રીક્ષા,ટેમ્પો, ટ્રેઈલર અને ટ્રેક્ટર પણ છે.
ગુજરાતના શહેરી વિસ્તારના રસ્તાઓ ટ્રાફિકથી ઉભરાઇ રહ્યા છે. 2021-22માં કુલ 2.89 કરોડ વાહનો રાજ્યમાં નોંધાયા હતા. 2022-23માં 3.06 કરોડ વાહનો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 2.21 કરોડ દ્ધિચક્રી વાહનો હતા. રાજ્યમાં કાર-જીપની સંખ્યા (ફોર વ્હીલર)માં પણ સતત વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શિકા થઈ જાહેર, પાલન નહીં કરો તો….
કેટલા વાહનો છે
રાજ્યમાં વર્ષ 2023-24માં નોંધાયેલા મોટર વાહનોની સંખ્યા 3.24 કરોડ હતી, જે વર્ષ 2024-25 (ઓકટોબર-2024 અંત)માં 3.36 કરોડ થઈ છે. આ પૈકી મોટર સાઈકલ/સ્કૂટર /મોપેડની સંખ્યા 2.41 કરોડ, ઓટો રીક્ષાની સંખ્યા 10.73 લાખ, મોટરકાર (જીપ સહિત) 49.12 લાખ, માલવાહક વાહનો (ટેમ્પો સહિત) 15.80 લાખ, ટ્રેઈલર 4.14 લાખ અને ટ્રેક્ટરની સંખ્યા 11.57 લાખ નોંધાઇ છે.
રાજ્યમાં વાહન ચાલકની વાહન ચલાવવાની સ્કીલ અંગેની ગુણવત્તાની ચકાસણી થાય તેમજ માર્ગ અકસ્માતમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તે માટે વર્ષ 2023-24 દરમિયાન 23 આરટીઓ- એઆરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 16 આરટીઓ- એઆરટીઓમાં મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે.