Top Newsઅમદાવાદ

‘સુપરમૂન પાર્ટી’ની લહેરે કચ્છથી થાઇલેન્ડ સુધીના પ્રવાસીઓને આકર્ષ્યા! સસ્તા વિમાન ભાડાથી વિદેશી પ્રવાસમાં વધારો

અમદાવાદઃ કચ્છના રણોત્સવને માણવા દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે. આ વર્ષે રણોત્સવમાં થાઇલેન્ડના પ્રવાસીઓને વિશેષ રસ પડી રહ્યો છે. સસ્તા વિમાન ભાડાથી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 5 ડિસેમ્બરના રોજ સુપરમૂન (સૌથી મોટો પૂર્ણ ચંદ્ર) નક્કી થતાં, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો તથા વિદેશના ઘણા પ્રવાસી સ્થળોએ ‘સુપરમૂન પાર્ટીઝ’નું આયોજન કર્યું છે. આ પાર્ટીઝ પ્રવાસીઓને આકર્ષી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કચ્છના રણ ઉત્સવ તેમજ રાજસ્થાન, ગોવા, થાઇલેન્ડ, બાલી અને વિયેતનામમાં ‘સુપરમૂન પાર્ટીઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૂત્રો મુજબ, રણ ઉત્સવમાં સુપરમૂન સેલિબ્રેશન માટે મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાંથી ઈન્કવારીનું પ્રમાણ વધ્યું છે. જોકે, આ સપ્તાહના અંતે 20-25 ટકા જેટલો વધેલો ટેરિફ ઘણા પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય છે. એક ટેન્ટ જેની કિંમત પ્રતિ રાત્રિ ₹18,000 હોય છે, તે સુપરમૂનના સપ્તાહના અંતે પ્રતિ રાત્રિ ₹25,000 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ટ્રાવેલ ઓર્ગેનાઇઝર્સને થાઇલેન્ડ, બાલી અને વિયેતનામ જેવા વિદેશી સ્થળોએથી પણ ઇન્કવાયરી આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે વિમાન ભાડામાં આવેલી સસ્તી કિંમત ઘણા ગુજરાતીઓને વિદેશી સ્થળો તરફ દોરી રહી છે. વિદેશ જવા-આવવાના રાઉન્ડ-ટ્રિપનું ભાડું વ્યક્તિ દીઠ ₹20,000 થી ₹35,000 ની વચ્ચે હોઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, થાઇલેન્ડ ઘણા વર્ષોથી સુપરમૂન પાર્ટીઓનું આયોજન કરી રહ્યું છે, ત્યારે ઘણા યુવાનો આગામી સુપરમૂન માટે બાલી અને વિયેતનામની મુસાફરી પણ કરી રહ્યા છે. રણ ઉત્સવની ડિમાન્ડ વધી રહી છે; સુપરમૂન કચ્છના ટુરિઝમ માટે હાલ એક બૂસ્ટર બની શકે છે.
સુપરમૂન સપ્તાહના અંત માટે ગુજરાતીઓ ઉપરાંત મુંબઈ અને બેંગલુરુમાંથી પણ ઈન્કવાયરીનું પ્રમાણ વધ્યું છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, અગાઉ કચ્છ આવતા અન્ય રાજ્યોનો હિસ્સો 50 ટકા કરતા ઓછો હતો, જે હવે ચાંદની રાત હેઠળ સફેદ રણને માણવા માંગતા પ્રવાસીઓના કારણે લગભગ 50 – 50 ટકા થઈ ગયો છે.

આપણ વાંચો:  CMOમાં મનોજદાસનું કોણ લેશે સ્થાન? રાજ્યમાં જાહેર હિસાબ સમિતિ સહિત અન્ય કમિટીઓમાં નિમણૂંક ક્યારે?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button