
અમદાવાદ: ગુજરાતમાં નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં તાપમાનનો પારો ઘટવાને બદલે વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં લઘુત્ત તાપમાનનો પારો સ્થિર રહ્યો છે એટલે કે ઠંડીમાં વધારો જોવા મળ્યો નથી. જ્યારે મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે. જેના કારણે વહેલી સવારના અને મોડી રાતના સમયમાં ઠારના અનુભવ બાદ કરતાં દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ન્યૂનતમ તાપમાનના આંકડા પર નજર કરી તો, સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ન્યૂનતમ તાપમાનમો પારો 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 15.0 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ અને પોરબંદરમાં 16.0 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં ન્યૂનતમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જ્યારે દ્વારકામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 19.8 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ અને વડોદરામાં 20.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 21.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
મહત્તમ તાપમાનની શ્રેણીમાં સુરત 34.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ રાજકોટમાં 33.1 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 33.0 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 32.0 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 31.9 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 31.7 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગર અને અમદાવાદમાં 31.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 31.0 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 30.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 29.6 ડિગ્રી સેલ્સિયસ અને ઓખામાં 28.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…અમદાવાદ પ્રદૂષણના ભરડામાં, AQI 300ને પાર



