
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી હતી. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં 3.82 ઈંચ, માંડવી (સુરત)માં 1.85 ઈંચ, ખેરગામમાં 1.73 ઈંચ, ધરમપુરમાં 1.61 ઈંચ, ડાંગ-આહવામાં 1.22 ઈંચ, વલસાડમાં 1.18 ઈંચ, પારડીમાં 1.14 ઈંચ, સુબીરમાં 1.06 ઈંચ, વાંસદામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં એક તાલુકામાં છ ઈંચથી વધારે, એક તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, આઠ તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. 44 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
આપણ વાંચો: ચોમાસામાં લેન્ડિંગ સમયે કેમ થાય છે રનવે પર એક્સિડન્ટ?
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૯.૪૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૯૮,૫૦૩ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૮૧૭એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૦૬ ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૮ ડેમને હાઈ એલર્ટ, ૧૯ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૨ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૪૧ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૩૮ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.