અમદાવાદ

ગુજરાતમા 20 એપ્રિલથી મકાનોની ગણતરી શરૂ થશે, ક્યા 33 સવાલો પૂછાશે ?

અમદાવાદ: ગુજરાતમાં વસ્તી ગણતરીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં નાગરિકોના રહેણાંકની સ્થિતિનો મૂલ્યાંકન રિપોર્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં આ કામગીરી 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ કામગીરી એક મહિના સુધી એટલે કે કુલ 30 દિવસ સુધી ચાલશે. આ તબક્કાની કામગીરી 19 મે, 2026ના રોજ પૂર્ણ થશે.

મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ ચરણની જાહેરાત કરી દેવામાં આવી છે. નાગરિકોના રહેણાંકની સ્થિતિનો મૂલ્યાંકન રિપોર્ટની કામગીરીનો પ્રારંભ 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે અને તે 19 મે, 2026ના રોજ પૂર્ણ થશે. એટલે કે એક મહિના સુધી આ કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીમાં સેન્સસ અધિકારી નાગરિકોને 33 સવાલો પૂછી શકે છે. આ 33 સવાલો અંગેનું જાહેરનામું કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવતા ભારતના ઓફિસર ઓફ રજીસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના જાહેરનામા બાદ આ અંગે ગુજરાત સરકારે પણ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સમગ્ર દેશમાં નાગરિકોના રહેણાંકની સ્થિતિના મૂલ્યાંકન રિપોર્ટની કામગીરીની શરૂઆત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ દરમિયાન નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધવાની તક મળી રહેશે. નાગરિકોના રહેણાંક, મકાન અને ઘરેલુ માહિતી એકત્ર કરવા માટે જે 33 સવાલોની યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમા વસ્તીની સંખ્યાની સાથે જ લોકો કયા પ્રકારના મકાનમાં રહે છે, તેમની પાસે કઇ સુવિધા છે અને તેમનું જીવનધોરણ કયા સ્તરે છે તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ સાથે જ ઘર પાકું છે કે કાચું? ભાડાનું છે કે પોતાની માલિકીનું? પાણી, ઈન્ટરનેટ, વીજળી જેવી સુવિધાઓ છે કે નહિ? તે ઉપરાંત વસ્તી ગણતરી અધિકારી એ પણ પૂછશે કે ઘરનો વડો સ્ત્રી છે કે પુરુષ? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનો કે અન્ય કોઈ સમુદાયનો છે? પરિવારમાં કેટલા વાહનો છે? વાહનોના પ્રકાર વિશે પણ માહિતી એકઠી કરવામાં આવશે.

આપણ વાંચો:  મિત્રને ઝેરી દાબેલી ખવડાવી મારી નાખવાના 14 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button