અમદાવાદમાં રોગચાળો વકર્યો: બેવડી ઋતુને કારણે વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં રોગચાળો વકર્યો: બેવડી ઋતુને કારણે વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો

અમદાવાદ: શહેરમાં વરસાદના વિરામ થયા બાદ હવે રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં વાયરલના દર્દીઓઓની સંખ્યા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દરરોજ આશરે 18 હજારની ઓપીડી નોંધાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વરસાદની ઋતુ પૂર્ણ થયા હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે વાયરલના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આકરી તડકી, ગરમી તેમજ વહેલી સવારમાં ઠંડુ વતાવરણ આ માટે જવાબદાર છે. આવી બેવડી ઋતુના કારણે લોકોમાં શરદી, તાવ , ઉધરસ જેવા રોગોના 3500 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ફેલાઇ રહ્યા છે.

શહેરમાં ફેલાઈ રહેલા રોગચાળાના આંકડાને જોઈએ તો, આ મહિને 20 દિવસમાં મેલેરિયાના 121 કેસ, ડેન્ગ્યુના 296 કેસ, ઝાડા ઉલ્ટીના 186 કેસ અને કમળાના 276 કેસ નોંધાયા છે તો ટાઈફોઈડના 259 કેસ અને કોલેરા 3 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં પપણ વધારો જોવા મળ્યો હતો. ક્લોરિન ટેસ્ટના લેવાયેલા નમૂનાઓમાંથી ઘણા સેમ્પલ થયા હતા, જે પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ વધારો થવા માટેનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button