શિક્ષક કે શેતાન: અમદાવાદમાં વિદ્યાર્થિનીને ભોળવીને આચર્યું દુષ્કર્મ અને પછી કરી હદ પાર

અમદાવાદઃ શહેરમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિનીને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. મળતી વિગત પ્રમાણે, સ્પોકન ઈંગ્લિશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા.
દરરોજ મળતાં હોવાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના સંચાલક જીગ્નેશ ગોહિલ અને વિદ્યાર્થિનીની ટ્યુશન ક્લાસમાં મુલાકાત થઈ હતી. દરરોજ મળતાં હોવાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. નરાધમ શિક્ષકે તેના ભોળપણનો લાભ ઉઠાવી વિવિધ જગ્યાએ લઈ જઈ શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાને તેણે ફોટા અને વીડિયો ક્લિક કરી લીધા હતા. જેના આધારે તે બ્લેકમેલ કરતો હતો.
આ પણ વાંચો : અમદાવાદ ફ્લાવર શોમાં જોયેલા રોપા ઘરે લાવવા છે, પહોંચી જાવ આ 5 જગ્યાએ
પોલીસે તપાસ શરૂ કરી
શિક્ષકના ત્રાસથી કંટાળી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખોખરા પોલીસે આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નરાધમ શિક્ષકે અગાઉ કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.