અમદાવાદ

વિડીયો ગેમિંગના કારણે યુવાનો સબંધો છોડવા તૈયાર…..! સર્વેમાં ચોંકાવનારા તારણો

અમદાવાદ: આજની પેઢીના બાળકોમાં આઉટડોર રમતનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. ખો-ખો, લંગડી, નારગોલ સહિતની રમતો આજે લુપ્ત થઈ ગઈ છે, પણ બાળકોમાં વિડીયો ગેમ પ્રત્યેનું ગાંડપણ છે. બાળકોમાં વિડિયો ગેમ્સ રમવાની ટેવ અને તેની આડઅસરોને ધ્યાનમાં લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગેમિંગ ડિસઓર્ડરને એક પ્રકારની માનસિક સમસ્યા ગણાવી છે. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

મુખ્યત્વે ઇન્ટરનેટ પરની ગેમની ગંભીર અસરો

વિડીયો ગેમ વ્યસન, જેને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવી સ્થિતિ છે જેમાં ગેમિંગની આદતો પર નિયંત્રણનું ગંભીર નુકસાન થાય છે, જેના પરિણામે ભોગ બનનારના જીવનના ઘણા પાસાઓ પર નકારાત્મક પરિણામો આવે છે. આ અસરોમાં સ્વ-સંભાળ, સંબંધો, શાળા અને કાર્યનો સમાવેશ થાય છે. આ સ્થિતિ ઇન્ટરનેટ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ગેમિંગનો સમાવેશ કરી શકાય છે, પરંતુ મોટાભાગે ગેમિંગની લતની ગંભીર સમસ્યાઓ હોય છે તેઓ મુખ્યત્વે ઇન્ટરનેટ પર સતત રમે છે.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીનો સર્વે

વિડીયો ગેમનું વ્યસન બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકોને અસર કરી શકે છે, જોકે પુખ્ત વયના લોકોમાં આ સ્થિતિ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસન અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં phdની વિદ્યાર્થીની વરુ જીજ્ઞાએ 14 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના 1350 તરુણો અને યુવાનો પર સર્વે કર્યો હતો.

વિડિઓ ગેમનું વ્યસન કોને અસર કરે છે?

સર્વેમાં 36% લોકોએ સ્વીકાર્યું કે વધુ પડતી વિડીયો ગેમ રમવાના પરિણામે શાળા અને કોલેજ માં રસ પૂર્વક અભ્યાસ કરી શકતા નથી. 45.50% લોકોએ સ્વીકાર કર્યો હતો કે કાર્યસ્થળ અથવા ઘરની જવાબદારીઓમાં નબળું પ્રદર્શન માટે ઈન્ટરનેટવધુ વાપરવાથી થાય છે. જ્યારે ઓનલાઈન રમત બંધ થઈ જાય છે અથવા ઈન્ટરનેટ વિના 54.55% લોકો ઉદાસી મહેસુસ થાય છે.

ગેમિંગને કારણે યુવાનો સામાજિક સંબંધો છોડવા તૈયાર

તે ઉપરાંત ઓનલાઈન રમત બંધ થઈ જાય છે અથવા ઈન્ટરનેટ ન હોય ત્યારે 63% ચિંતા અથવા ચીડિયાપણું અનુભવે છે. આનંદ મેળવવા માટે વિડિઓ ગેમ્સ રમવામાં વધુને વધુ સમય પસાર કરવાની જરૂર છે નહી કે પરિવાર કે મિત્રો સાથે રહેવામાં એવું 31% માને છે. ગેમિંગને કારણે સામાજિક સંબંધો છોડી દેવા 27.90% યુવાનો તૈયારી દાખવે છે. ભવિષ્યમાં નકારાત્મક પરિણામો આવી શકે છે તેમ છતાં 73% યુવાનો ઓનલાઈન ગેમ અને ઈન્ટરનેટ રમત છોડવા નથી માંગતા.

સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે 66.42% એ રમવાનો સમય ઘટાડવામાં પોતે અસમર્થ છે તેમ સ્વીકાર્યું હતું અને ગેમિંગ છોડવાના નિષ્ફળ પ્રયાસો કર્યાનું પણ સ્વીકાર્યું છે. 72% યુવાનોએ કહ્યું કે પરિવારના સભ્યો અથવા અન્ય લોકો એ વીડિયો ગેમ્સ રમવામાં કેટલો સમય વિતાવ્યો તે વિશે પૂછ્યું હોય ત્યારે ખોટું બોલ્યા હતા.

શાળા કે ઘરના તણાવની સ્થિતિનો ઉપાય

67% લોકોએ જણાવ્યું હતું કે શાળા અથવા કોલેજમાં તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી બચવા અથવા ઘરના સંઘર્ષને ટાળવા માટે વિડીયો ગેમ્સનો ઉપયોગ કરે છે. અપરાધભાવ અથવા નિરાશા જેવા નકારાત્મક મૂડને દૂર કરવા માટે વિડિઓ ગેમ્સ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું 51% લોકોએ સ્વીકાર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button