અમદાવાદમાં રહસ્યમય આપઘાત: અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં રહસ્યમય આપઘાત: અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો

સુરતમાં સાસરિયાના ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યો

અમદાવાદ: આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. આજે ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ બન્ને બનાવોની તપાસ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક અજાણી યુવતીએ આત્મહત્યા કરી લીધી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના સરદાર પહેલ આવાસના 14મા માળે બની હતી, જ્યાં યુવતીએ ઉપરથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર યુવતી આ બિલ્ડિંગની રહેવાસી નહોતી, અને તે અન્ય કોઈ જગ્યાએથી આવીને અહીં આત્મહત્યા કરવા પહોંચી હતી. યુવતીએ શા માટે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં યુવતીની ઓળખ અને આત્મહત્યા પાછળનું કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે.

અન્ય એક બનાવ સુરતનો છે, જેમાં અમરોલીમાં એક શિક્ષિકાએ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક વિગતો અનુસાર શિક્ષિકાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. ૩૩ વર્ષીય શિક્ષિકા આરતી નારોલાએ નણંદ,સાસુ અને સસરા ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો આરોપ છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button