અમદાવાદ

દ્વારકામાં યુવાન ખેડૂતની આત્મહત્યાઃ કૉંગ્રેસે કર્યા આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં સતત કમોસમી વરસાદને લીધે ખેતરો નદીમા ફેરવાઈ ગયા છે. મગફળી સહિત મોટાભાગના પાકને ભારે નુકસાન થયું છે. સિઝનનમાં પૂરતો વરસાદ વરસી ગયો હોવાથી ખુશખુશાલ ખેડૂતો માટે માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.

ભાણવડના યુવાન ખેડૂતે જીવન ટૂંકાવ્યું

દેવભૂમિ દ્વારકામાં આવેલા ભાણવડ તાલુકાના કરસનભાઈ બામરોટીયાએ મોંઘું બિયારણ ખરીદ્યું હતું અને પાક ઉગાડ્યો હતો, પરંતુ પાક નિષ્ફળ જતા તેમણે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. તેમના આ પગલા બાદ કૉંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

કૉંગ્રેસે સરકારને કહ્યું છે કે તેઓ સર્વે કરવાના નાટક બંધ કરે અને સત્વરે ખેડૂતોની મદદ કરે. ખેડૂતો પહેલેથી આર્થિક ભીંસમાં જીવતા હોય છે અને તેમાં પાક નિષ્ફળ જતા નિરાશ થઈ જાય છે. સરકારે તેમની પડખે ઉભું રહેવું જોઈએ. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક વીડિયો મેસેજમાં કહ્યું હતું કે કપાસ, મગફળી, ડાંગરસ સોયાબીન વગેરેને ભારે નુકસાન ગયું છે. તેઓ આર્થિક દેવામાં ધકેલાઈ ગયા છે.

આપણ વાચો: પશ્ચિમ બંગાળમાં SIRના કારણે ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: TMC અને BJPએ શરૂ કર્યું રાજકારણ

વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા દ્વારકાના ભાણવડ તાલુકાના 37 વર્ષના યુવાન ખેડૂતે આર્થિક તકલીફના કારણે આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું છે. આ દુઃખદ અને ચિંતાનો વિષય છે. સરકાર સર્વના નામે નાટક બંધ કરી તાત્કાલિક પણે ખેડૂતોને 100 ટકા વળતર ચૂકવવામાં આવે અને દેવા માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમણે ખેડૂતોને પણ નિરાશ ન થવા અને આવું આત્યંતિક પગલું ન ભરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતમા પોતાની મહેનત પર પાણી ફરી વળતા ચોધાર આસુંએ રડતા ખેડૂતો અને તેમના પરિવારના ભાવુક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button