અમદાવાદટોપ ન્યૂઝ

એસટીની રોજની મુસાફરી મોંઘી થશે: પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

અમદાવાદઃ એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો હતો. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી કરી શકાતી હતી. પરંતુ હવે નવા ફેરફાર મુજબ 30 દિવસ મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસુલ કરાશે. એસ ટી દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્ર મુજબ, નિગમની લોકલ,એકસપ્રેસ,ગુર્જરનગરી,લકઝરી,શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહતદરના માસિક / ત્રિમાસિક પાસ આપવાની સુવિધા સંદર્ભિત સામાન્ય સ્થાયી હુકમો તેમજ પરિપત્રોથી “૧૫ દિવસનું ભાડું વસુલ કરી, ૩૦ દિવસની મુસાફરી કરો” તથા “૪૫ દિવસનું ભાડું વસુલ કરી, ૯૦ દિવસની મુસાફરી કરો” યોજના અંગેની સુચનાઓ અમલમાં છે. જે યોજના અમલ થયા બાદ તેની સમિક્ષા કરતા નિગમની બસોમાં હાલમાં વધી રહેલ લોડ ફેક્ટરને તેમજ સદર યોજના નિગમની સ્વયોજના હોઈ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને લઇ ચાલુ યોજનામાં મુસાફર જનતાનું હિત પણ જળવાઈ રહે તે અનુસાર યોજનામાં આંશિક સુધારો કરવા
નિગમના સંચાલક મંડળની તા.૦૬/૦૬/૨૦૨૫ ની બેઠકમાં થયેલ ઠરાવ નં.૧૦૧૫૦ થી થયેલ સુધારા મુજબ ૧૮ દિવસનું ભાડું વસુલ કરી, ૩૦ દિવસની મુસાફરી કરો તથા ૩૬ દિવસનું ભાડું વસુલ કરી, ૬૦ દિવસની મુસાફરી કરો યોજના અમલમાં મુકવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે, જે નિયમિત મુસાફરોને રાહતદરે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ પાસ વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ, સિનિયર સિટિઝન્સ, અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button