Top Newsઅમદાવાદ

રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, જુઓ લિસ્ટ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી હતી. મોડી રાત સુધી આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા હતા અને આરોગ્ય સચિવ તથા વિભાગને 4 હોસ્પિટલ સામે પગલા લેવા તાત્કાલિક નિર્દેશ આપ્યો હતો.

હોસ્પિટલવાઈઝ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ

૧. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી
▪️એક્સપાયર્ડ દવાઓ મળી
▪️MBBS ડોકટર હાજર નહોતા
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

૨. કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં
▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા
▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

૩. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

૪. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી
▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

આ બાબતે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું કે – ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.

આપણ વાંચો:  AMCને 2026-27ના બજેટ માટે નાગરિકો તરફથી કેટલા સૂચન મળ્યા? જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button