અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુભારંભ, રાજ્યના નિકાસ લોજિસ્ટિક્સને મળશે વેગ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુભારંભ, રાજ્યના નિકાસ લોજિસ્ટિક્સને મળશે વેગ

અમદાવાદઃ શહેર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે છે. તેનાથી હાલના સેટ-અપની ક્ષમતામા વૃદ્ધિ થઈ ૫૦,૦૦૦ મેટ્રિક ટન/વર્ષ થશે.

ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શું છે ઉદ્દેશ

ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો ઉદ્દેશ કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છે, જેનાથી SVPIA પર ઝડપી અને વધુ વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરવામાં આવશે. આ સુવિધા વ્યાપક CCTV, નિયંત્રિત ઍક્સેસ અને મજબૂત સ્ક્રીનીંગ ટેકનોલોજીના ધોરણોને જાળવી રાખે છે. ટ્રક ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે રીઅલ-ટાઇમ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે. તેનાથી સપ્લાય ચેઇન ટેકનોલોજીમાં એક નવા ધોરણો સ્થાપિત થાય છે. ઉત્પાદન અખંડિતતા જાળવવા સમર્પિત કોલ્ડ-ચેઇન ઝોન બનાવવામાં આવ્યોં છે, જ્યારે ઉચ્ચ ડોક કાઉન્ટ્સ, બોલ ટ્રાન્સફર ડેકિંગ અને ઓટોમેટેડ સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પીક પીરિયડ્સ દરમિયાન કાર્યક્ષમતામાં વધારો કરશે.

ગુજરાતના કયા ઉદ્યોગને ફાયદો થશે

ફાર્માસ્યુટિકલ્સ: ગુજરાત ભારતનું “ફાર્મા હબ” તરીકે ઓળખાય છે, અને આ ટર્મિનલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસને સરળ બનાવશે.

ઓટોમોબાઈલ: રાજ્યમાં વિકસતા ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ આ ટર્મિનલથી ફાયદો થશે.

એન્જિનિયરિંગ અને અન્ય ઉત્પાદનો: એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ, અને અન્ય ઉત્પાદનોની નિકાસ પ્રક્રિયાને વેગ મળશે.

આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં વૃદ્ધિ માટે ઉભરતા ક્ષેત્રો અને ઉચ્ચ-મૂલ્યના કાર્ગોનું સંચાલન કરવા તૈયાર છે. જેમાં તાપમાન-નિયંત્રિત શિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક ઘટકો, મોટા કદના સાધનો, ઝડપી ઈ-કોમર્સ કન્સાઇનમેન્ટસ વગેરેનો સમાવેશ થાય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button