અમદાવાદ
GPSC માં ક્લાસ-1/2 ની ખાસ ભરતી! દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક, અરજીની છેલ્લી તારીખ નજીક

અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ (PwD – Persons with Disabilities) માટેની આ ખાસ ભરતી (Special Recruitment) ઝુંબેશ છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
આ ભરતી માટેની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે આગામી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી અરજી કરી શકશે. ઈચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્ય જગ્યાઓની વિગતો નીચે મુજબ કોષ્ટકમાં રજૂ કરેલ છે:
ક્રમ | જગ્યાનું નામ (પદ) | વર્ગ | વિભાગ/સેવા | કુલ જગ્યાઓ |
૧ | નાયબ નિયામક (Deputy Director) | વર્ગ-૧ | ગુજરાત આંકડાકીય સેવા | ૧ |
૨ | મદદનીશ મેનેજર (Assistant Manager) | વર્ગ-૨ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | ૧ |
૩ | મદદનીશ નિયામક (Assistant Director) (F.S), (ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ) | વર્ગ-૧ | ઉદ્યોગ અને ખાણ વિભાગ | ૧ |
૪ | મદદનીશ નિયામક (Assistant Director) | વર્ગ-૨ | GSS, ઉદ્યોગ અને ખાણ વિભાગ | ૧ |
૫ | મેનેજર (Manager), ગ્રેડ-૧ | વર્ગ-૨ | માર્ગ અને મકાન વિભાગ | ૧ |
૬ | જિલ્લા શિક્ષણ અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DEO/DPEO) અને સમકક્ષ | વર્ગ-૧ | – | ૧ |
૭ | મદદનીશ વીમા નિયામક (Assistant Director of Insurance) | વર્ગ-૨ | નાણાં વિભાગ | ૧ |
૮ | બાળ વિકાસ યોજના અધિકારી (Child Development Project Officer) (મહિલા) | વર્ગ-૨ | – | ૪ |
૯ | ખાનગી સચિવ (અંગ્રેજી) સ્ટેનોગ્રાફર (ગ્રેડ-૧) | વર્ગ-૨ | – | ૧ |
૧૦ | જિલ્લા રમતગમત અધિકારી (District Sports Officer) | વર્ગ-૨ | – | ૨ |
૧૧ | જુનિયર આર્કિટેક્ટ (Junior Architect) | વર્ગ-૨ | માર્ગ અને મકાન વિભાગ | ૧ |
આ પણ વાંચો…અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે 133 ઇજનેરની ભરતી, જાણો વિગત