સોશિયલ મીડિયાની દેખાદેખીથી વિદ્યાર્થીઓ અનુભવે છે માનસિક દબાણ; બોર્ડની પરીક્ષા પર સર્વે

અમદાવાદ: બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ વિદ્યાર્થીઓમાં ડર જોવા મળતો હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ તણાવ, ચિંતા અને શારીરિક દબાણને કારણે ઊભી થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ધારા દોશીને મળવા આવેલ તેમજ ટેલીફોનીક માર્ગદર્શન મેળવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ અને ભવનના વિદ્યાર્થીઓએ જુદીજુદી જગ્યાઓ પર નિરીક્ષણ અને મુલાકાત કરીને કુલ 207 બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલી હકીકતો ને આધારે બોર્ડના વિદ્યાર્થીઓની સમસ્યાઓ નીચે મુજબ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: પહેલાથી નવમા ધોરણની પરીક્ષા પચીસ એપ્રિલ સુધીમાં, વિદ્યાર્થીઓનું વેકેશનનું પ્લાનિંગ બગડશે!
શું મળ્યા તારણો?
- 35.82% વિદ્યાર્થીઓને લાગે છે કે તેમને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળતો નથી. આ સમય વ્યવસ્થાપનના અભાવને કારણે હોઈ શકે છે, જે તણાવ અને ચિંતામાં વધારો કરે છે.
- 32.26% વિદ્યાર્થીઓ અનુભવે છે કે પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાને કારણે તેઓ યોગ્ય રીતે વિચારી શકતા નથી અને તેમના પ્રદર્શનને અસર કરે છે.
- 19.35% વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન મોડે સુધી અભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે તેમને પૂરતી ઊંઘ મળતી નથી. ઊંઘનો અભાવ એકાગ્રતા અને યાદશક્તિને અસર કરે છે.
- 23.30 % વિદ્યાર્થીઓમાં યોગ્ય તૈયારીનો અભાવ જણાઈ છે.
- 21.86% વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અથવા અન્ય કોઈ મુશ્કેલ વિષય જેવા પરીક્ષાના વિષયમાં સમસ્યાઓ હોય છે જેના કારણે તેઓ ગભરાઈ જાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે.
- 12.90 % વિદ્યાર્થીઓ પર પરિવાર કે સમાજ તરફથી સારું પ્રદર્શન કરવાનું દબાણ હોય છે, જે તેમની માનસિક સ્થિતિને અસર કરે છે.
- 16.13 % વિદ્યાર્થીઓમાં તણાવ અને વધુ પડતા અભ્યાસને કારણે, વિદ્યાર્થીઓ માથાનો દુખાવો, પેટમાં દુખાવો અથવા થાક જેવી મનોશારીરિક સમસ્યાઓથી પીડાઈ શકે છે.
- 19.71% વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન ચિંતા અને તણાવને કારણે, ઘણા વિદ્યાર્થીઓના હૃદયના ધબકારા વધી શકે છે, જેના કારણે તેઓ અસ્વસ્થતા અને ડર અનુભવે છે.
- 3. 94% વિદ્યાર્થીઓ શરીરમાં થાક અને નબળાઈ અનુભવે છે. લાંબા સમય સુધી અભ્યાસ કરવાથી વ્યક્તિ શરીરમાં થાક અને નબળાઈ અનુભવી શકે છે. આ શારીરિક અને માનસિક કામગીરીને અસર કરે છે.
- 36.91% વિદ્યાર્થીઓ અનુભવે છે સારી તૈયારીનો અભાવ : જ્યારે વિદ્યાર્થીઓને લાગે છે કે તેમણે પરીક્ષા માટે પૂરતી તૈયારી કરી નથી, ત્યારે તેઓ ડર અને ગભરાટ અનુભવે છે. તૈયારી વિના પરીક્ષા આપવાનો ડર તેમને માનસિક રીતે અસર કરે છે.
- બોર્ડના ભયના કારણે 23. 29% વિદ્યાર્થીઓ પરીક્ષા ફોબિયા અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓને “પરીક્ષા ફોબિયા” નામનો ચોક્કસ ડર હોય છે, જે એક પ્રકારનો સામાન્ય ડર છે. આ સ્થિતિમાં, વિદ્યાર્થી દરેક પરીક્ષા દરમિયાન ભારે ચિંતા અને ગભરાટ અનુભવે છે, જે તેમની માનસિક સ્થિતિને અસર કરે છે.
- 4.50% વિદ્યાર્થીઓમાં “હું આ પરીક્ષા પાસ કરી શકતો નથી,” અથવા “હું ક્યારેય સારું નહીં કરી શકું” જેવા નકારાત્મક વિચારો હોઈ શકે છે. આ પ્રકારની વિચારસરણી તેમની માનસિક સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે અને પરીક્ષાનો ડર વધારી શકે છે.
- આજકાલ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓમાં સ્પર્ધા અને સરખામણીનું વાતાવરણ સર્જાય છે. તેઓ બીજાના પ્રદર્શનને જોઈને અસફળ અનુભવે છે, જેનાથી માનસિક દબાણ વધે છે. સોશિયલ મીડિયા અને બાહ્ય દબાણને કારણે 9.81% વિદ્યાર્થીઓ માનસિક દબાણ અનુભવે છે.
આ સમસ્યાના ઉકેલો
સમય વ્યવસ્થાપન: સમયનું યોગ્ય સંચાલન કરવું અને અભ્યાસની સાથે આરામ માટે પણ સમય કાઢવો મહત્વપૂર્ણ છે.
સ્વસ્થ આહાર: યોગ્ય અને સંતુલિત આહાર શરીર અને મન બંનેને ઉર્જા પ્રદાન કરે છે.
વ્યાયામ અને યોગ: શારીરિક કસરત અને યોગ તણાવ ઘટાડે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
સારી ઊંઘ: પરીક્ષા દરમિયાન પૂરતી ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે જેથી મગજ તાજગી અનુભવે.
સકારાત્મક વિચાર: તમારી જાતને સકારાત્મક રીતે જોવાથી અને આત્મવિશ્વાસ વધારવાથી માનસિક તણાવ ઓછો થાય છે.
સકારાત્મક વિચારસરણી: તણાવ ટાળવા માટે તમારી જાતને સકારાત્મક વિચારો અને ધ્યાન અને ઊંડા શ્વાસ લેવા માટે પ્રેરિત કરો.
સ્વસ્થ દિનચર્યા: સારી માનસિક અને શારીરિક સ્થિતિ જાળવવા માટે નિયમિત કસરત, યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ લો.
મનોરંજન અને આરામ: અભ્યાસ વચ્ચે આરામ અને મનોરંજન માટે થોડો સમય કાઢો, જેથી મન તાજગી અનુભવે.
મદદ મેળવવી: જો પરીક્ષાનો ડર ગંભીર હોય, તો માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકની મદદ લો.