અમદાવાદ

એકલા અમદાવાદમાં ત્રણ વર્ષમાં આગની સાડા છ હજાર ઘટનાઃ મુખ્ય કારણ આ

અમદાવાદઃ બે દિવસ અગાઉ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પુષ્કર નામના એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાના વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક યુવાન મમ્મી તેના બે સંતાન અને પછી પોતે કઈ રીતે એક ફ્લોરથી બીજા ફ્લોર જીવના જોખમે ઉતરે છે અને બે અન્ય પુરુષો તેમને પોતાના જીવના જોખમે બચાવે છે. આ પહેલી ઘટના નથી, સમગ્ર ગુજરાતમાં છાશવારે આગજનીની ઘટના બની રહી છે. એકલા અમદાવાદમાં ત્રણ વર્ષમાં 6500 કરતા વધારે ઘટનાઓ બની છે. આ તમામ ઘટનાઓમાં મોટા ભાગની ઘટના શૉક સર્કિટને કારણે બને છે ત્યારે ઈમારતોમાં ઈલેક્ટ્રિફિકેશન કઈ રીતે થાય છે અને તે શા માટે સુરક્ષિત નથી તે અંગે સંશોધન કરી ઉકેલ લાવવાની જરૂર છે.

માર્ચથી જૂન મહિના શોર્ટ સર્કિટ થવાના બનાવો વધુ
છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં 6,556 આગના બનાવો બન્યા હતા, જેમાં 60 ટકા એટલે કે 3,933 આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી. તેમાં પણ ગરમીના માર્ચથી જૂન મહિના સુધીમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો સતત વધે છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચથી જૂન સુધીમાં કુલ 2,622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. ફાયરબ્રિગેડને ત્રણ વર્ષમાં આગના 6,556 કોલ મળ્યા હતા, જેમાં ફસાયેલા 12,369 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાંથી ફાયર બ્રિગેડે 7,421 લોકોને બચાવ્યા હતા.

આપણ વાંચો:  રાપરના આડેસરમાં હિસ્ટ્રીશીટરની અવૈધ હોટલ તોડી પડાઈ

ઈલેક્ટ્રિક લોડ વધવાનું કારણે શોર્ટ સર્કિટ
ડીએફઓના જણાવ્યા મુજબ વાતાવરણ ગરમ હોય અને ઈલેક્ટ્રિક ઉપકરણના વધુ ઉપયોગથી ઓવરહિટીંગ થવાથી, એમસીબી તથા એલસીબી ટ્રિપ થતાં આગ લાગે છે. મોટાભાગે એસી, ફ્રીજ, ગીઝર જેવા ઈલેક્ટ્રિક ઉપકરણો જે 15 એમ્પિયર પર ચાલતા હોય છે. જે ઈલેક્ટ્રિક લોડ વધવાનું કારણ બને છે અને શોર્ટ સર્કિટ થાય છે. જેને રોકવા માટે, સારી ગુણવત્તાના ઉપકરણનો ઉપયોગ કરવો, એક ઈલેક્ટ્રિક ડકથી બીજા ઈલેક્ટ્રિક ડક્ટ સુધી વાયર જતો હોય તેની વચ્ચે સિલન્ટ કરાવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button