
અમદાવાદઃ રાજ્યમાં હાલ મતદાર યાદીને લઈ SIRની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યના ચાર જિલ્લામાં કુલ મતદારો પૈકીના એક તૃતીયાંશ કરતા વધુ મૃત મતદારો નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
મતદાર વિસ્તાર પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મૃત્યુ રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયા હતા. ત્યારબાદ વડોદરા શહેર, વેજલપુર, નડિયાદ અને ભરૂચનો ક્રમ આવે છે. જ્યારે સૌથી ઓછા મૃત્યુ કરંજ અને વરાછા વિધાનસભામાં નોંધાયા હતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ ન થનારા કુલ 73,94,000 મતદારોમાંથી આશરે 24.4 ટકાને SIR દરિમયાન મૃત જાહેર કરાયા હતા. 2025ની યાદીમાં નામ ધરાવતા 18,05,000 મતદારોની મૃત તરીકે ઓળખ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મૃત મતદારોની ઓળખ કરવી પ્રમાણમાં સહેલી હતી. જેનું કારણ તલાટી અથવા સરપંચને મૃતકોના નામની ખબર હતી. શહેરી વિસ્તારમાં બીએલઓ માટે આ કામ મુશ્કેલ હતું. તેમને ઘરે ઘરે જઈને આ માટે ચેક કરવું પડતું હતું, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ સમસ્યા નહોતી. મૃતકોની આધાર વિગતોના આધારે મતદાર યાદીઓને અપડેટ કરવામાં આવી રહી છે..
સત્તાવાર ડેટા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લાઓમાં મતદાર યાદીમાંથી મૃત તરીકે ઓળખવામાં આવેલા 3,36,000મતદારોનો સમાવેશ થાય છે. રાવપુરા (વડોદરા શહેરની હદમાં) અને વડોદરા શહેર મતવિસ્તારોમાં મૃત મતદારોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારબાદ અમદાવાદમાં વેજલપુર, નડિયાદ અને ભરૂચ મતવિસ્તારોનો ક્રમ આવે છે.
કરંજ વિધાનસભા મતવિસ્તાર, ત્યારબાદ વરાછા વિધાનસભા મતવિસ્તાર (બંને સુરતમાં), મૃત્યુના કારણે સૌથી ઓછા ડિલિશન નોંધાયા હતા. કરંજમાં 2600 અને વરાછામાં 3419 મતદારોને મૃત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જિલ્લાઓમાં, ડાંગમાં મૃત્યુના કારણે સૌથી ઓછો કાપ, 3962 નોંધાયો હતો.
કયા જિલ્લામાં કેટલા મતદારો અને મૃતકો
| જિલ્લો (District) | કુલ મતદારો (Total Voters) | મૃતકોની સંખ્યા (Deceased Voters) |
| અમદાવાદ (Ahmedabad) | 62.60 લાખ | 2,23,384 |
| સુરત (Surat) | 48.70 લાખ | 1,46,801 |
| વડોદરા (Vadodara) | 26.90 લાખ | 1,46,493 |
| રાજકોટ (Rajkot) | 23.90 લાખ | 89,438 |
| આણંદ (Anand) | 18.10 લાખ | 70,143 |
| વલસાડ (Valsad) | 13.90 લાખ | 47,135 |
| જામનગર (Jamnagar) | 12.40 લાખ | 43,039 |
| ગાંધીનગર (Gandhinagar) | 13.90 લાખ | 56,630 |
| ભરૂચ (Bharuch) | 13.10 લાખ | 68,044 |
| ખેડા (Kheda) | 16.60 લાખ | 73,222 |
વિધાનસભમાં નોંધાયેલા મૃત મતદારો
| વિધાનસભા બેઠક (Assembly Constituency) | કુલ મતદારો (Total Voters) | મૃતકોની સંખ્યા (Deceased Voters) |
| વટવા (Vatva) | 4.40 લાખ | 34,901 |
| આણંદ (Anand) | 3.30 લાખ | 31,467 |
| રાજકોટ પશ્ચિમ (Rajkot West) | 3.70 લાખ | 24,896 |
| ચોર્યાસી (Choryasi) | 6.10 લાખ | 23,542 |
| નડીયાદ (Nadiad) | 2.80 લાખ | 21,197 |
આ પણ વાંચો…SIR બાદ હવે વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીની મદદ લેવાશે, આ રીતે સોંપાશે કામગીરી



