અમદાવાદ

દીવના દરિયામાં શિપ-બોટ વચ્ચે અકસ્માતઃ ત્રણ ખલાસીઓનો બચાવ, ચારની શોધખોળ ચાલુ

અમદાવાદઃ દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વણાકબારાની બોટને શિપે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ખલાસીઓ લાપતા થતા દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તંત્રએ સાત ખલાસીઓમાંથી ત્રણને બચાવાયા હતા અને ચારની શોધખોળ હજી ચાલી રહી છે. બચાવેલા તમામ ખલાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીપાવાવથી રાજુલાની વચ્ચે દરિયામાં અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગત પ્રમાણે, બોટમાં એક વણાકબારાનો એક ગુજરાતનો તથા પાંચ ખલાસી મહારાષ્ટ્રના હતા. દીવ ખાતે આ ઘટનાની જાણ થતાં દીવ પ્રશાસન, માછીમારો તથા ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ ત્રણ ખલાસીને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. અન્ય ખલાસીની શોધખોળ ચાલુ છે. બચાવી લેવામાં આવેલા ત્રણ ખલાસીને 108 માં દીવ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફિશરીઝ ઓફિસર, બોટ માલિક સહિત અનેક આગેવાનો માછીમારો વગેરે હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો…રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ થયું જાહેર

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારાની એક બોટને શિપ એ અડફેટે બોટ દરિયામાં ગરકાવ થઈ હતી. વણાકબારાની ચૂનીલાલ દેવા બારિયાની નિરાલી નામની બોટ દરિયામાં શિપની અડફેટે આવી હતી. દીવના વણાકબારાથી 70 કિ.મી દૂર દરિયામાં પીપાવાવથી રાજુલાની વચ્ચે નિરાલી નામની બોટના અકસ્માતમાં બોટમાં ખલાસી લાપતા થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button