શંકરસિંહ વાઘેલાના ભાજપ પર ગંભીર આક્ષેપ! ગોધરા-અક્ષરધામ-પુલવામાકાંડ કરીને સત્તા મેળવી…

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય માહોલ હવે ગરમાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પહેલા કોંગ્રેસ દ્વારા તેમનું રાષ્ટ્રીય અધિવેશન કર્યું હતું. જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. અત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ગુજરાત પર વાક્ પ્રહાર કર્યાં હતાં. કડીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભાજપ માનવતા વગરની પાર્ટી છેઃ શંકરસિંહ વાઘેલા
છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં 14મી ફેબ્રુઆરીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કતલખાના ચલાવનારાઓ ભાજપને કરોડો રૂપિયા આપે છે. ભાજપે ગોધરાકાંડ, અક્ષરધામ પર હુમલો અને પુલવામાકાંડ કરીને સત્તા મેળવી છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ માનવતા વગરની પાર્ટી છે. સત્તા મેળવવા માટે ગોધરા ટ્રેન સળગાવી પડે તોપણ તેમને સંકોચ થતો નથી કે શરમ આવતી નથી.
કતલખાનાવાળા ભાજપને ચૂંટણી સમયે ડોનેશન તરીકે આપે છેઃ શંકરસિંહ
ગોધરાકાંડ બાદ ભાજપે લઘુમતી સમુદાય, બહેનો, બાળકો વૃદ્ધો પર અત્યાચારો કર્યા. ભાજપે ગોધરાકાંડ , કત્લેઆમ કરીને અને પુલવામાકાંડ કરીને, અક્ષરધામ કરીને સત્તા મેળવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે ગાયની પૂજા કરીએ છીએ, પણ ગૌમાતા જે કતલખાનામાં કપાય છે, એ કતલખાનાવાળા લોકો 500 કરોડ રૂપિયા કરતાં વધારે ભાજપને ચૂંટણી સમયે ડોનેશન તરીકે આપે છે અને ભાજપ એનાથી લોકોના મત ખરીદે છે. હું જૈન સમાજને કહેવા માગું છું કે જે સમાજ અહિંસાનો પૂજારી થઇને હિંસા કરનાર ભાજપને મત આપે છે. જૈન સમાજ અને તેના ધર્મગુરુઓને ખબર નથી કે આ ગાયો કાપવાવાળાનું ડોનેશન લેવાય નહીં.