પક્ષ વિરોધીઓની ક્યારે થશે હકાલપટ્ટી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આપ્યા સંકેતો…

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓ પક્ષના નેતાઓ પર ભડક્યાં હતા. તેમણે ભાજપ સાથે ભળેલા અન પક્ષને નુકસાન પહોંચાડનારા 20 થી 30 લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવાનો પ્રયાસો શરૂ થયા છે.
Also read : Rahul Gandhi Gujarat Visit: કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી, શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, રાહુલ ગાંધીએ તેમના મનની વાત કરી હતી. તેઓ ગુજરાતના કાર્યકર્તાઓ અને સ્ટાફને મળવા આવ્યા હતા. મેં કાર્યકર્તાઓને તેઓ જે અનુભવતા હોય તે કહી શકે છે તેમ કહ્યું હતું. કાર્યકર્તાઓને મારી ભૂલ હોય તો પણ જણાવવા કહ્યું હતું. મુલાકાતમાં એવો ફીડબેક આવ્યો કે, કોંગ્રેસમાં રહીને પણ કેટલાક લોકો ભાજપ સાથે ભળી ગયા છે. કાર્યકર્તાઓએ તેમના મનની વાત કરી હતી. દરેક લોકો ભાજપની દાદાગીરી અંગે વાત કરતા હતા. અમારે કોંગ્રેસ સરકારમાં ગાંધીવાદી મોડલને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું, રાહુલ ગાંધીના નિવેદન બાદ અમે બારીકાઈથી અભ્યાસ કર્યો છે. એક જિલ્લા અધ્યક્ષે એક વીડિયો બતાવ્યો હતો. જેમાં તેઓ ભાજપ સાથે મળીને તેમને હટાવવા માંગતા હતા. અમને કોઈના પર શંકા નહોતી તેવા ઘણા લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. પરંતુ અમને જેવા કોઈ પુરાવા મળશે કે તરત જ કાર્યવાહી કરીશું, પછી ભલે તે નાનો કાર્યકર્તા હોય કે મોટો નેતા, કોઈને પણ છોડવામાં આવશે નહીં.
Also read : ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?
રાહુલ ગાંધીએ કોંગ્રેસની બે ટીમો હોવાનું કહીને ખળભળાટ મચાવી દીધો હતો. જેમાંથી એક ટીમ ભાજપ સાથે મળેલી છે અને બીજી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલી છે તેમ કહ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન બાદ અનેક કોંગ્રેસી નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.